બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips If you also have a habit of late night dinner, then beware

સ્વાસ્થ્ય / જો તમને પણ મોડી રાત ડિનર કરવાની છે આદત, તો સાવધાન, નહીંતર...!

Megha

Last Updated: 09:19 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે નાની ઉંમરમાં શુગર, બીપી અને મેદિસ્વતાની સમસ્યા વધી રહી છે તેની પાછળ મોડી રાતે જમવાની આદત જવાબદાર છે. આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે.

  • આજની લાઇફસ્ટાઇલ મુજબ લેટ નાઈટ ડિનર સામાન્ય બાબત બની ગઇ છે. 
  • મોડી રાત્રે જમવું આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. 
  • આમ કરવાથી ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. 

ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ડિનર વહેલું કરી લેવું જોઈએ, પરંતુ વિચારો આપણામાંથી કેટલા લોકો તે વાતને ફોલો કરતા હશે અને કેટલા લોકો એવા હશે, જે મોડી રાતે જમતા હશે? ઘણા લોકો એવા હોય છે, જેમનો ઓફિસથી આવવાનો સમય જ 10 વાગ્યાનો હોય છે, પછી તેઓ ડિનર કરે છે. ઘણા લોકો વીકએન્ડમાં રાતે જાગે અને સ્નેક્સનો ડબો લઈને બેસી જતા હોય છે. આ બધી આદતો ખતરનાક સાબિત થઈ શકે છે.

ભલે લોકોને મોડી રાત્રે જમવાનું ગમતું હોય પણ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ રાત્રે 9 વાગ્યા પછી જમવાથી સ્ટ્રોક અને મીની સ્ટ્રોક જેવી ઘાતક સમસ્યાઓનું જોખમ વધી જાય છે. 

આજકાલ મોટા ભાગના લોકોમાં શુગર અને મેદ‌િસ્વતાની સમસ્યા જોવા મળે છે. શું તમે જાણો છો કે નાની ઉંમરમાં લોકોને આવી સમસ્યાઓ કેમ થાય છે? મોડી રાતે જમવાની આદત તમારાં શુગર, બીપી અને મેદ‌િસ્વતા વધારી શકે છે. નિષ્ણાતો કહે છે કે રાતના જમવા અને સૂવા વચ્ચે લગભગ બેથી ત્રણ કલાકનો સમય હોવો જોઈએ. તેના લીધે ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય છે, જોકે મોટા ભાગના લોકો આ વાતને ફોલો કરતા નથી. શુગર અને મેદ‌િસ્વતાના લીધે હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

Eating late at night has bad effects on health,Eat before 8 pm

મોડી રાતે જમવાના કારણે માણસના શરીરમાં ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યા થાય છે. આ કારણે શરીર શુગર, મેદ‌િસ્વતા અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાય છે. આ સાથે જ મોડી રાત્રે જમનારા લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ જોવામાં આવ્યું છે.

વધુ વાંચો: ભૂલથી પણ એકસાથે ક્યારેય ન ખાતા આ 11 ચીજ, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

ઉપરાંત એક સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે, જે લોકો રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેતા હતા તેના પ્રમાણે રાત્રે 9 વાગ્યા અથવા તેથી મોડું જમતાં લોકોમાં સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનું જોખમ 28 ટકા વધારે જોવા મળ્યું છે. મોડી રાત્રે જમવાના કારણે મગજમાં લોહીનો પુરવઠો ખોરવાવા લાગે છે. જેના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિજીઝનું જોખમ વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ