બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news 11 harmful food combinations you should avoid

હેલ્થ / ભૂલથી પણ એકસાથે ક્યારેય ન ખાતા આ 11 ચીજ, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

Arohi

Last Updated: 08:28 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Harmful Combinations Of Food: દૂધ, દહીં, મધ, ઘી, લીલા શાકભાજી જેવી વસ્તુઓ આમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદની માનીએ તો અમુક ખાવાની વસ્તુઓ એવી હોય છે જેનું સાથે સાથે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે.

  • ભૂલથી પણ સાથે ન ખાવ આ વસ્તુઓ 
  • સ્વાસ્થ્ય પર પડશે ઊંધી અસર 
  • જાણો એવી 11 વસ્તુઓ વિશે 

આજકાલ નવી નવી ફ્યુઝન રેસિપી ખૂબ જ માર્કેટમાં આવી રહી છે. જેમકે ચોકલેટ પરોઠા, પાઈનેપ્પલ પીઝા અને બીજી પણ ઘણી એવી વસ્તુઓ. ફ્યૂઝન ભલે અમુક લોકોને પસંદ આવતું હોય પરંતુ અમુક વસ્તુઓ એવી પણ છે જેને એક સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. 

મોટાભાગે તમે વૃદ્ધોને કહેતા સાંભળ્યા હશે કે તરબૂચ ખાધુ છે તો પાણી ન પીવો અથવા તો ચા પીધી છે તો કોઈ ઠંડી વસ્તુઓ ન ખાવ. આ સલાહ એમ જ ન હતી આપવામાં આવતી. આ બધા પાછળ વિજ્ઞાન છે.

આયુર્વેદ અનુસાર અમુક ખાદ્ય પદાર્થ એવા હોય છે જેમનું સાથે સાથે સેવન કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. સાથે જ તેના સેવનથી લાભ થવાની જગ્યા પર સ્વાસ્થ્ય પર ઊંધુ નુકસાન થાય છે. આવો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે ક્યારેય એક સાથે ન ખાવી જોઈએ. 

ભોજનની આ વસ્તુઓને એક સાથે ન ખાવી 

  1. ઘણા લોકો ખીર પુરી સાથે રાયતુ, સીરો જેવી વસ્તુઓ બનાવે છે. પરંતુ હંમેશા ધ્યાન રાખો કે દહીંની સાથે ખીર, દૂધ, પનીર, અને મૂળાનું સેવન ન કરવું જોઈએ. 
  2. ઘીની સાથે ઠંડુ દૂધ, ઠંડું પાણી અને સમાન પ્રમાણમાં મધનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઘી અને મધને હંમેશા વિષમ પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. એટલે કે જ્યારે પણ તમે ઘી અને મધનું સાથે સેવન કરો તો બન્નેની ક્વોન્ટીટી અલગ હોવી જોઈએ. મધ વધારે તો ઘી ઓછુ હોય અને ઘી વધારે હોય તો મધ તેનાથી ઓછુ હોય, બરાબરીનું પ્રમાણ ન હોય, મઘની સાથે કોળુ, મૂળો, સમાન પ્રમાણમાં ઘી, દ્રાક્ષ, વર્ષાનું પાણી અને ગરમ પાણીનું સેવન નુકસાન કારણ સાબિત થઈ શકે છે. 
  3. સલાડમાં ખીરા અને કાકડી આપણે બધા ખાઈએ છીએ. પરંતુ ખીરા અને કાકડી એક સાથે ખાવાથી તમારા શરીરમાં નુકસાન થઈ શકે છે. હકીકતે આયુર્વેદ અનુસાર આ બન્ને વાયુકારક છે. 
  4. જો તમે કટહલનું શાકભાજી ખાધુ છે તો યાદ રાખો કે તેના સાથે પાન ન ખાવા જોઈએ. 
  5. ભાતની સાથે દાળ, છોલે, રાજમા કંઈ પણ ખાઈ શકો છો પરંતુ વિનેગર ન ખાઈ શકાય. 
  6. મૂળાની સાથે ગોળનું સેવન પણ હાનિકારક સાબિત થઈ શકે છે. મૂળાની સાથે દૂધ પણ ક્યારેય ન ખાવું જોઈએ. 
  7. ખીરાની સાથે ખિચડી, ખાટ્ટા પદાર્થ, કટહલ અને સત્તુ ન ખાવા જોઈએ. 
  8. મગફળી, ઘી, તેલ, ખરબૂજા, જામફળ, કાકડી, ખીરા તે ખૂબ જ હેલ્ધી છે. પરંતુ જો આ વસ્તુ સાથે ઠંડુ પાણી નુકસાન કરી શકે છે. 
  9. તડબૂચની સાથે ફૂદીના કે ઠંડા પીણા ન પીવા જોઈએ. 
  10. જ્યારે પણ તમે ચાની ચુસકી લો યાદ રાખો કે તેની સાથે ખીરા, કાકડી, ઠંડા ફળ કે ઠંડુ પાણી ન લો. 
  11. ટેટીની સાથે લસણ, મૂળો, દૂધ અને દહીં હાનિકારક છે. 

વધુ વાંચો: શું તમે પણ ટોયલેટ સીટ પર બેસીને ફ્લશ કરો છો ? આજથી જ ચેતી જજો ! નહીં તો પસ્તાવાનો વારો આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ