બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / આરોગ્ય / Health: person's excessive yawning can lead to disease

હેલ્થ / સતત બગાસા આવવા આપે છે ગંભીર બિમારીનાં સંકેતો, એક્સપર્ટ્સે કર્યાં છે કેટલાક ખુલાસા

Vaidehi

Last Updated: 03:43 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસમાં સતત બગાસા આવવા એ ઘણી વખત ગંભીર બીમારીનો સંકેત હોય શકે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે તમને આવતાં બગાસાની પાછળ ખરૂં કારણ શું છે...

  • વારંવાર બગાસા આવવાએ હોઈ શકે છે બિમારીનો સંકેત
  • ઘણીવખત દવાઓની સાઈડ ઈફેક્ટનાં લીધે આવે છે બગાસા
  • મેટાબોલિઝમ સાથે જોડાયેલી બિમારીનું કારણ હોવાની સંભાવના

લોકો હંમેશા થાકેલા હોય અથવા તો ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે વારંવાર બગાસા ખાય છે. બગાસું આવવું સંપૂર્ણપણે સામાન્ય હોય છે અને દરેક વ્યક્તિ દિવસમાં 5 થી 19 વખત બગાસું ખાય છે. સ્લીપ ફાઉન્ડેશન મુજબ એવા ઘણા લોકો છે જે દિવસમાં 10 થી વધુ વખત બગાસું ખાય છે. કેટલાક અભ્યાસ મુજબ, એવા ઘણાં લોકો છે જે દિવસમાં લગભગ 100 વખત બગાસું ખાય છે. તેનુ એક સામાન્ય કારણ યોગ્ય સમય પહેલા જાગવું છે. ઘણી વખત વારંવાર બગાસા આવવા એ કોઈ ગંભીર બિમારીનો સંકેત હોય શકે છે. એક રિપોર્ટ મુજબ, વારંવાર બગાસા આવવા એ પણ કેટલીક દવાઓની આડ અસર હોય શકે છે. આવો તેના વિશે જાણીએ.

વારંવાર બગાસા આવવાના કારણો 
વારંવાર બગાસા આવવા એ ઘણી વખત ગંભીર બીમારીનો સંકેત હોય શકે છે. ત્યારે જરુરી છે કે તમે તેના વિશે સાવચેત રહો. આ ઊંઘ સંબંધી   બિમારી જેમ કે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાના સંકેત હોય શકે છે જેમાં દિવસમાં વધુ પડતી ઊંઘ આવે છે. એક્સપર્ટનું કહેવું છે કે વધુ પડતા બગાસા આવવા મેટાબોલિઝમ સાથે જોડાયેલી બિમારીનું કારણ હોય શકે છે.

ઊંઘ પૂરી ન થવી - હંમેશા ઘણા લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઊંઘ આવે છે જેના કારણે તેમને વધુ પડતા બગાસા આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવું સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે કોઈ કારણોસર રાત્રે તમારી ઊંઘ પૂરી ન થઈ હોય. રાત્રે ઊંઘ ન આવવાને કારણે, તમે બીજા દિવસે ખૂબ જ થાક અનુભવો છો અને તમને વધુ બગાસા આવે છે.

ડાયાબિટીસ- બગાસા આવવા એ હાઈપોગ્લાઈસીમિયાની શરૂઆતના સંકેત હોય છે.   લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાથી બગાસા આવવાનું શરુ થઈ જાય છે.

સ્લીપ એપનિયા- સ્લીપ એપનિયાના દર્દીઓએ રાત્રે સૂતા સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણે રાત્રે તેમની ઊંઘ પૂરી નથી થતી.   જેના કારણે તેઓ   બીજા દિવસે ખૂબ જ થાક અનુભવે છે અને તેમને સતત બગાસા આવતા રહે છે. આ બિમારીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્લીપ એપનિયામાં સૂતી વખતે શ્વાસ વારંવાર અટકે છે અને ચાલે છે. ખતરનાક વાત એ છે કે તેમાં ઊંઘમાં જ શ્વાસ બંધ થઈ જાય છે અને વ્યક્તિને તેની ખબર પણ નથી પડતી.

અનિંદ્રા- અનિંદ્રા પણ ઊંઘ સંબંધિત એક બિમારી છે. આ બિમારીમાં વ્યક્તિને રાત્રે ઊંઘ નથી આવતી અથવા તો   જો એકવાર જાગી જાય તો ફરી સુવા માટે મુશ્કેલની સામનો કરવો પડે છે.    રાત્રે ઉંઘ ન આવવાને કારણે લોકોને દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ આવવા લાગે છે જેના કારણે તેઓને ઘણા બગાસા આવે છે.

હ્રદયની બિમારી- વારંવાર બગાસા આવવાનું એક કનેક્શન વેગસ નર્વના કારણે થઈ શકે છે. જે મગજમાંથી હૃદય અને પેટ સુધી જાય છે. કેટલાક સંશોધનો અનુસાર, વધુ પડતા બગાસા આવવા એ પણ હૃદયની આસપાસ રક્તસ્રાવ અથવા હાર્ટ એટેકની સંભાવના તરફ ઈશારો કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ