બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Health Minister's suggestion to all states regarding the increasing cases of Corona

Corona Alert! / 'દર 3 મહિને એકવાર હોસ્પિટલમાં મોકડ્રીલ કરવી', કોરોનાના વધતા કેસોને લઇ આરોગ્યમંત્રીનું તમામ રાજ્યોને સૂચન

Priyakant

Last Updated: 02:49 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Cases In India Latest News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, હાલની સ્થિતિએ કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરી,  આરોગ્યની બાબતે રાજકારણ ના થવું જોઈએ

  • દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના નેતૃત્વમાં બેઠક 
  • બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ રહ્યા હાજર 
  • આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી: મનસુખ માંડવિયા

Corona Cases In India : દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, 'આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.

આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા નિર્દેશ આપ્યો. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી. આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્ય પ્રધાનોએ બેઠકમાં ભાગ લીધો હતો.

રાજ્યો દર ત્રણ મહિને હોસ્પિટલમાં એકવાર મોકડ્રીલ કરે 
દેશમાં ફરી કોરોનાના કેસ નોંધાતા સરકાર એલર્ટ બની છે. જેને લઈ આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાને લઈને સૂચન આપ્યા હતા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, કેન્દ્ર તરફથી તમામ રાજ્ય માટે પૂરતી વ્યવસ્થા કરાશે, હાલની સ્થિતિએ કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરી. રાજ્યો દર ત્રણ મહિને હોસ્પિટલમાં એકવાર મોકડ્રીલ કરે . આ સાથે કહ્યું કે, આરોગ્યની બાબતે રાજકારણ ના થવું જોઈએ. ઠંડીની સિઝન અને આવનાર તહેવારોમાં સતર્કતા જરૂરી છે. 

વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક 
મહત્વનું છે કે, કોરોના વાયરસનો નવો JN.1 વેરિએન્ટ આવતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જેને લઈ વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાને લઇ તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. ઓક્સિજન સહિતની સુવિધા સાથે 26 બેડ તૈયાર કર્યા તો હોસ્પિટલમાં 40 હજાર લિટરના બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર છે. આ સાથે જો કોરોના કેસ વધશે તો બેડની સંખ્યા વધારાશે અને ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થશે તો પ્લાન્ટ શરૂ કરાશે. વિગતો મુજબ હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાના એક પણ દર્દી દાખલ નથી. 

રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ કવાયત શરૂ 
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન ટેન્કર દ્વારા તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ અધિકારી દ્વારા આ મામલે તંત્ર સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં કોરોનાના વધી રહેલા કેસને પહોંચી વળવા કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.

શું કહ્યું મનસુખ માંડવિયાએ ? 
આ તરફ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું, હવે સમય આવી ગયો છે કે "સમગ્ર સરકાર" વિઝન સાથે એકબીજા સાથે કામ કરો. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ પણ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને શિયાળાની મોસમ અને આગામી તહેવારોની મોસમ દરમિયાન ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિવારક પગલાં સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે કેરળમાં કોવિડ -19 ના 292 નવા સક્રિય કેસ નોંધાયા હતા અને 3 સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા હતા. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, બુધવારે સવારે 8 વાગ્યા સુધી દેશભરમાં કોવિડ-19ના કુલ 341 કેસ નોંધાયા હતા, જેમાંથી 292 કેસ કેરળના છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 2,041 થઈ ગઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે, છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના વાયરસના ચેપને કારણે રાજ્યમાં મૃત્યુની કુલ સંખ્યા વધીને 72,056 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે મંગળવારે જણાવ્યું હતું કે કેરળમાં કોવિડ -19 કેસોમાં વધારો થયો હોવા છતાં, ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે રાજ્ય વાયરસનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ