બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / health minister dr harshvardhan says there is no shortage of oxygen in india

નિવેદન / ઑક્સીજનની કમી તો પહેલા પણ નો'હતી અને હવે તો...: મોદી સરકારના મંત્રીનું 'જ્ઞાન'

Parth

Last Updated: 05:02 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ અને ઑક્સીજનની અછત વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીએ મોટો દાવો કર્યો છે.

  • ભારતમાં કહેર બનીને તૂટી કોરોનાની બીજી લહેર 
  • સ્વાસ્થ્ય મંત્રી કહી રહ્યા છે ઑક્સીજનની નથી કમી 
  • લોકોમાં યોગ્ય જ્ઞાનની પણ જરૂર છે : સ્વાસ્થ્ય મંત્રી 

ભારતમાં કોરોના વાયરસના કારણે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. કેટલા શહેરોમાં લોકોને ઑક્સીજનની અછત પડી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે તેમના પરિજનો એક એક સિલિન્ડર માટે અધિકારીઓના પગે પડી રહ્યા છે અને દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દાવા કરી  રહ્યા છે કે પહેલા પણ પર્યાપ્ત માત્રામાં ઑક્સીજન હતી અને અત્યારે પણ છે જ. સવાલ એ થાય છે કે સ્વાસ્થ્ય મંત્રીને દર્દીઓની વ્યથા નથી દેખાઈ રહી? કે પછી તે જોવા જ નથી માંગતા?

મંત્રીજીને આ લાઈનો નથી દેખાતી?

દેશના સ્વાસ્થ્ય મંત્રીના મોટા મોટા દાવા 

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે પર્યાપ્ત માત્રામાં ઑક્સીજન પહેલા પણ હતી અને હવે તો વધારે આપવામાં આવી રહ્યા છે. કેટલા બધા સ્ત્રોતથી ઑક્સીજન આપવામાં આવી રહ્યા છે. સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટમાંથી આટલું જ નહીં વિદેશોમાંથી અને ઉદ્યોગોમાંથી ઑક્સીજન આપવામાં આવી રહ્યો છે. 

યોગ્ય જ્ઞાન જરૂરી : સ્વાસ્થ્ય મંત્રી 

હર્ષવર્ધને વધુમાં કહ્યું કે ઑક્સીજન વિશે લોકોમાં યોગ્ય જ્ઞાનની પણ ખૂબ જરૂરી છે. કોઈ પણ પ્રકારના પેનિકમાં આવીને આપણે ખાલી હોસ્પિટલો તરફ દોડવા લાગીએ તેની કોઈ જરૂર નથી. જેને ઑક્સીજનની જરૂર નથી તેમને મળવું જોઈએ, પણ જેને ઑક્સીજનની જરૂર જ નથી અને તેને લાગી રહ્યું છે કે મને ઑક્સીજન નથી મળી રહ્યું અને પેનિક કરી રહ્યો છે અને જાણકારીના અભાવમાં તે ટેન્શનમાં રહે, આ કોઈ ઉચિત પરિસ્થિતિ નથી. 

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે પેનિકમાં આવીને દોડાદોડી ના કરશો. મોટા ભાગના દર્દીઓ ઘરે જ સાજા થઈ જાય છે અને હું આ માત્ર એક આરોગ્ય મંત્રી તરીકે નહીં પરંતુ એક ડૉક્ટર તરીકે કહી રહ્યો છું. 

ભારતમાં કોરોના વાયરસની સુનામી 

માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ - 29મી એપ્રિલ, 2021 

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,79,257 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3645 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,69,507 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ