બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health high cholesterol symptoms and prevention tips

કોલેસ્ટ્રોલ / હાર્ટ એટેકની મુખ્ય જળને રાખો કાબૂમાં, જો વધ્યું તો હુમલો આવ્યો જ સમજો, એક્સપર્ટથી જાણો કેવી રીતે રાખવો કંટ્રોલ

Kishor

Last Updated: 07:57 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ અટેક થવાનું મોટું કારણ કોલેસ્ટ્રોલ છે. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલનું લેવલ હાઇ થઇ જાય તો તેનાથી હાર્ટની નળીઓ બ્લોક થઇ જાય છે અને હ્યદય રોગનો હુમલો આવે છે.

  • હાર્ટ અટેક અને કાર્ડિયક અરેસ્ટ મોત સૌથી મોટું કારણ
  • ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલ છે જ્વાબદાર
  • કોવિડ મહામારી બાદ હાર્ટ અટેકના કેસમાં વધારો

દુનિયાભરમાં હાર્ટની બિમારી ઝડપથી વધી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક દાયકામાં હાર્ટના રોગને કારણે સૌથી વધુ લોકોના મોત થયા છે. જેમાં હાર્ટ અટેક અને કાર્ડિયક અરેસ્ટ મોત સૌથી મોટું કારણ છે. હાર્ટ અટેક થવાનું મોટું કારણ કોલેસ્ટ્રોલ છે. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલનું લેવલ હાઇ થઇ જાય તો તેનાથી હાર્ટની નળીઓ બ્લોક થઇ જાય છે અને હ્યદય રોગનો હુમલો આવે છે. ડોક્ટરોનું કહેવું છે કે બેડ કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો થવાનું એક મોટું કારણ ખરાબ ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ છે. 

હાઇ કોલેસ્ટ્રોલના પેશન્ટે ડાયટમાં રાખવુ ખાસ ધ્યાન, ભૂલથી પણ ન ખાતા આ ચીજો,  મુકાશો મુશ્કેલીમાં | what not to eat while high cholesterol

ડાયાબિટીઝ અને થાઇરાઇડ જેવી બીમારી પણ તેના રિસ્ક ફેક્ટર છે

દિલ્હીના આરએમએલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર ડો. તરુણ કુમારના જણાવાયા અનુસાર ફાસ્ટ ફૂડનું સેવન કોલેસ્ટ્રોલનું વધવાનું મોટું એક કારણ છે. ફાસ્ટ ફૂડને બનાવવામાં રિફાઇન્ડડ અને ખરાબ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. આ સિવાય સ્મોકિંગ, દારૂનું સેવન, ખરાબ લાઇફસ્ટાઇલ, મોટાપા અને એક્સરસાઇઝ ન કરવાથી પણ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારવામાં મુખ્ય ભુમિકા નિભાવે છે. ડાયાબિટીઝ અને થાઇરાઇડ જેવી બીમારી પણ તેના રિસ્ક ફેક્ટર છે. 

હાર્ટ અટેકના કેસમાં વધારો થયો છે

છેલ્લા કેટલાક વર્ષમાં લોકોની લાઇફસ્ટાઇલ ખુબ જ ખરાબ થઇ છે. જેના લીધે કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે જે હાર્ટ અટેકનું પણ કારણ બને છે. બેડ કોલેસ્ટ્રોલમાં વધારો થવાથી આર્ટરીઝમાં લિપિડનું લેવલ વધવા લાગે છે. તેનાથી આર્ટરીઝ બ્લોક થઇ જાય છે. એવામાં હાર્ટનું લોહી પંપ યોગ્ય રીતે થતું નથી અને હાર્ટ અટેક આવે છે. ચિંતાની વાત એ છે કે હવે નાની ઉંમરમાં પણ લોકોને હ્યદય રોગનો હુમલા આવી રહ્યાં છે. કોવિડ મહામારી બાદ હાર્ટ અટેકના કેસમાં વધારો થયો છે.

આજથી જ સુધારી દેજો આ આદત નહીં તો..., હાઈ કોલેસ્ટ્રોલના આ સંકેતોને ક્યારેય  નજરઅંદાજ ન કરતા | Fix this habit from today otherwise..., never ignore  these signs of high cholesterol 

ડોક્ટરની સલાહ લેઇને તાત્કાલિક સારવાર કરાવવી

ડો. તરુણ જણાવે છે કે કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક છે સારું કોલેસ્ટ્રોલ એચડીએલ છે અને બીજું એલડીએલ જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. એલડીએલનું લેવલ શરીરમાં જેટલું વધશે હાર્ટ અટેકનું રિસ્ક પણ એટલું જ વધુ રહેશે. લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી પેરિફેરલ હાર્ટ ડીસીઝ અને કોરોનરી હાર્ટ ડીસીઝ થઇ જાય છે. કોલેસ્ટ્રોલ હાર્ટ સિવાય મગજમાં પણ જે હુમલો આવે છે તેને બ્રેક સ્ટ્રોક કહેવામાં આવે છે. કોલેસ્ટ્રોલની ઓળખ કરવા માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોય તો ડોક્ટરની સલાહ લેઇને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવી જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ