બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / health benefits of magnesium rich foods know how to add magnesium in your diet

હેલ્થ ટિપ્સ / માઇગ્રેનના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, થશે ફાયદો જ ફાયદો

Arohi

Last Updated: 11:53 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Magnesium Rich Foods: શરીરને ફિટ રાખવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. તેમાં વિટામિન મિનરલ્સ પ્રોટીન સહિત અન્ય જરૂરી ન્યૂટ્રિએન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાંથી જ એક છે મેગ્નેશિયમ. શરીરમાં તેની ઉણપથી તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થઈ શકો છો.

  • શરીરને ફિટ રાખવા પોષક તત્વો જરૂરી 
  • શરીર માટે જરૂરી છે મેગ્નેશિયમ 
  • નહીં તો થઈ શકે છે ઘણી બિમારીઓ 

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ઘણા પ્રકારના વિટામિંસ અને મિનરલ્સની જરૂર હોય છે. તમે જો હેલ્ધી વસ્તુઓ ખાઓ છો તો તેમાં આ પોષકતત્વો મળી શકે છે. માટે હેલ્થ એક્સપર્ટ પણ નિયમિત રીતે પૌષ્ટિક ભોજન કરવાની સલાહ આપે છે. જેનાથી તમે ઘણા પ્રકારની ઘાતક બિમારીઓથી બચી શકો છો. 

મેગ્નેશિયમ એક એવું પોષક તત્વ છે જે શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ખૂબ જ જરૂરી છે. શરીરમાં તેની કમીથી ઘણી બીમારીઓ પેદા થાય છે. મેગ્નેશિયમ હૃદય, બ્લડ શુગર સહિત ઘણી બીમારીઓને ઓછુ કરવામાં મદદ કરે છે.

હાડકા માટે ફાયદાકારક 
હાડકાને સ્વસ્થ્ય રાખવામાં મેગ્નેશિયમ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. ડાયેટમાં મેગ્નેશિયમ રિચ ફૂડ્સ શામેલ કરવાથી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓછો થઈ શકે છે. 

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ
જે લોકોના શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઓછુ હોય છે તેમાં ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધારે રહે છે અને રક્ત શર્કરાના સ્તરને કંટ્રોલ કરવી સરળ નથી હોતી. 

હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 
મેગ્નેશિયમ હાર્ટને સ્વસ્થ્ય રાખવા માટે મદદ કરે છે. મેગ્નેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થ ખાવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. 

સારી ઉંઘ માટે ફાયદાકારક 
અનિંદ્રાના ઉપાય માટે મેગ્નેશિયમને કારગર માનવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર મેગ્નેશિયમથી ભરપુર ખોરાક લેવાથી અનિદ્રાના દર્દીઓને ઉંઘ આવવા લાગે છે. 

માઈગ્રેનના દુખાવાને ઓછો કરવામાં મદદ 
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર માઈગ્રેનના દર્દીઓમાં મેગ્નેશિયમની કમી હોવાની સંભાવના વધારે હોય છે. આ પોષક તત્વો યુક્ત ડાયેટ લેવાથી માઈગ્રેનના દુખાવાને ઓછો કરી શકાય છે. 

મેગ્નેશિયમ માટે કરો આ ફૂડ્સનું સેવન 

  • એવાકાડો મેગ્નેશિયમનો સૌથી સારો સ્ત્રોત છે. તેના ઉપરાંત આ પોટેશિયમ, વિટામીન-બી અને વિટામિન-કેથી ભરપુર હોય છે. તેને ખાવાથી પાચન અને હૃદય સ્વાસ્થ્ય સારૂ રહે છે. 
  • ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ જરૂરી પ્રમાણમાં મળી આવે છે. જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. 
  • નટ્સમાં પણ મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના માટે તમે બદામ અને કાજૂનું સેવન કરી શકો છો.  
  • ક્વિનોઆ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ અને ખૂબ એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ