બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health benefits of drinking saffron tea reduces cancer risk boosts immunity

હેલ્થ ટિપ્સ / ગ્રીન કે બ્લેક Tea નહીં, પીઓ લાલ હર્બથી બનેલી ચા, સ્વાસ્થ્ય રહેશે હેલ્ધી, મેમરી પાવર પણ વધશે

Manisha Jogi

Last Updated: 03:25 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. હર્બલ ટીમાં કંઈક લગ ટ્રાય કરી શકો છો. તમને દૂધવાળી ચા પીવી પસંદ ના હોય તો કેસરની ચાનું સેવન કરો. કેસરની ચા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.

  • મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે
  • દૂધવાળી ચા પીવી પસંદ ના હોય તો કેસરની ચાનું સેવન કરો
  • કેસરની ચા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે

લગભગ મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. લોકો ગ્રીન ટી, દૂધવાળી ચા, બ્લેક ટી પીવાનું પસંદ કરે છે. હર્બલ ટી દૂધવાળી ચા કરતા વધુ ફાયદાકારક હોય છે. હર્બલ ટીમાં કંઈક લગ ટ્રાય કરી શકો છો. તમને દૂધવાળી ચા પીવી પસંદ ના હોય તો કેસરની ચાનું સેવન કરો. કેસરની ચા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આવો જાણીએ કેસરની ચાના ફાયદા.

કેસર ચાના ફાયદા

  • કેસરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જેનાથી શરીરમાં કેન્સર કોશિકાઓની વૃદ્ધિ થતી નથી. કેન્સરની ચાનું સેવન કરવાથી અનેક ગંભીર કેન્સરથી બચી શકાય છે.  
  • કેસરમાં બે મુખ્ય કેમિકલ હોય છે- ક્રોસિન અને ક્રોસેટિન. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આ કેમિકલ શીખવા અને યાદ કરવાની ક્ષમતા બૂસ્ટ કરવામાં મદદ કરી શકે છે. આ ચાનું સેવન કરવાથી લાંબા સમય સુધી મેમરી પાવર, બ્રેઈન ફંક્શન યોગ્ય પ્રકારે કામ કરે છે. 
  • કેસરમાં ભરપૂર માત્રામાં રાઈબોફ્લેવિન છે. જે વિટામીન બી, રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેસરની ચામાં સફ્રાનલ નામનું એન્ટીઓક્સિડેન્ટ છે, જે શરીરમાં એન્ટીવાયરલ એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે. 
  • કેસરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને ફ્લેવેનોઈડ છે. એન્ટી ઓક્સિડેન્ટથી શરીરને હાનિકારક પદાર્થો સામે રક્ષણ મળે છે. ફ્લેવેનોઈડ્સમાં એક એવું તત્ત્વ રહેલું છે, જે છોડને ફંગસ અને બિમારીઓ સામે રક્ષણ આપે છે. 
  • કેસરનું સેવન કરવાથી પ્રીમેન્સ્ટ્રુઅલ સિંડ્રોમના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે. જો તમને પ્રીમેન્સ્ટ્રુઅલ સિંડ્રોમની સમસ્યા છે, તો તમારે કેસરયુક્ત ચાનું સેવન કરવું જોઈએ, જેથી લાભ થશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ