બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / HDFC raises home loan interests by 30 bps after RBI's repo rate hike

મોંઘવારી / ઘર ખરીદનારનું વધ્યું ટેન્શન, હવે આ બેન્કની હોમ લોન થઈ મોંઘી, 9 મેથી લાગુ પડશે વધારો

Hiralal

Last Updated: 03:30 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીઆઈસીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને હવે એચડીએફસી બેન્કે તેની હોમ લોનમાં 0.30 ટકાનો વધારો કર્યો છે.

  • HDFC બેન્કે હોમ લોનમાં કર્યો 0.30 ટકાનો વધારો
  • હાલના અને નવા બન્ને ગ્રાહકો માટે લોન થશે મોંઘી
  • 0.30 ટકાનો લોન વધારો 9 મેથી લાગુ પડશે

હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એચડીએફસી લિમિટેડે તેના સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. આનાથી બેંકના હાલના અને નવા બંને ગ્રાહકો માટે લોન મોંઘી થશે. એચડીએફસી લિમિટેડે આપેલી માહિતી મુજબ આ વધારો 9 મેથી લાગુ થશે.

લોન પરનો વ્યાજ દર 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે

નવા કર્જદારો માટે સુધારિત દર તેમની શાખ અને લોનની રકમને આધારે 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે છે. તેનો હાલનો વ્યાપ 6.70 ટકાથી લઈને 7.15 ટકા છે. જો એચડીએફસીના હાલના ગ્રાહકોની વાત કરીએ તો તેમને માટે વ્યાજ દરોમાં 0.30 ટકાનો વધારો થશે. 

કેટલી લોન માટે કેટલો વ્યાજ દર 
નવા કસ્ટમર્સ માટે 30 લાખ સુધીની લોન પર લેવામાં આવનાર વ્યાજ દર 7.10 ટકા હશે અને રુપિયા 30 લાખથી 75 લાખની લોન માટેનો વ્યાજ દર 7.35 ટકા હશે જ્યારે 75 લાખ ઉપરની લોન માટેનો વ્યાજ દર 7.45 ટકા હશે.

હોમ લોન વ્યાજ દર વધારનાર એચડીએફસી ચોથી બેન્ક 
આ પહેલા icici બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય કેટલીક ધિરાણ સંસ્થાઓએ પણ દરોમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી બેંકો દ્વારા સતત આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

આરબીઆઈએ રેપો રેટમાં કર્યો છે 0.40 ટકાનો વધારો

ઉલ્લેખનીય છટે કે આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરતા બેન્કોની હોમ લોન મોંઘી થઈ છે. અત્યાર સુધીમાં ચાર બેન્ક અને ઘણી નાણાકીય સંસ્થાઓએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ