બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / HCL HEAD SHIV NADAR IS AT TOP OF THE PHILANTHROPHY LIST

વાહ! / ના અંબાણી, ના અદાણી, આ બિઝનેસમેન છે સૌથી મોટા દાનવીર, અજીમ પ્રેમજી પણ પાછળ છૂટ્યા

Vaidehi

Last Updated: 05:40 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એડલગિવ હુરૂન ઇન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટ 2022 મુજબ આઈટી કંપની HCLનાં ફાઉન્ડર શિવ નાદરે 1,161 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કર્યું છે. આ આંક અનુસાર એવું કહી શકાય કે નાદરે પ્રત્યેક દિવસે 3 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

  • ફિલેંથ્રોપી લિસ્ટ 2022માં શિવ નાદર ટોપ પર
  • અંબાણી અદાણીને પાછળ મૂકી બન્યા સૌથી મોટા દાનવીર
  • કર્યું 1,161 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન 

ભારત દેશનાં સૌથી મોટા દાનવીર અરબપતિઓની લિસ્ટમાં હવે શિવ નાદર સૌથી આગળ છે. એડલગિવ હુરૂન ઇન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટ 2022 મુજબ આઈટી કંપની HCLનાં ફાઉન્ડરે સૌથી વધુ વાર્ષિક દાન કરેલ છે. અજીમ પ્રેમજીને પણ પાછળ મૂક્યાં છે. 

અઝીમ પ્રેમજીને મૂક્યાં પાછળ

અત્યાર સુધી અઝીમ પ્રેમજી દેશનાં સૌથી મોટા દાનવીર માનવામાં આવતાં હતાં. તેઓએ આ વર્ષે 484 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કર્યું હતું પણ  શિવ નાદરે વાર્ષિક 1,161 કરોડ રૂપિયાનું દાન કરી પોતાનું નામ લિસ્ટમાં સૌથી ઉપર લઇ આવ્યાં છે. અને અઝીમ પ્રેમજી લિસ્ટમાં બીજા નંબરે આવે છે. 
રિપોર્ટ અનુસાર ત્રીજા અને ચોથાં નંબરે ક્રમશ: રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી અને આદિત્ય બિરલાનાં ચેરમેન કુમાર મંગલમ બિરલા છે. બંનેએ અનુક્રમે 411 કરોડ અને 242 કરોડ રૂપિયાનું દાન કરેલ છે. 

અદાણીની રેન્કિંગ
આઇટી સેક્ટરનાં દિગ્ગજ કંપનીનાં સુષ્મિતા અને સુબ્રતો બાગચી સિવાય રાધા અને એનએસ પાર્થસારથી 213 કરોડ રૂપિયાનું દાન કરી પાંચમાં સ્થાને આવે છે. અને આવી જ રીતે 190 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કરીને ગૌતમ અદાણી આ વર્ષએ 7માં સ્થાન પર છે. જો કે ગૌતમ અદાણી હાલમાં દેશનાં સૌથી મોટા અરબપતિ છે.

ઇન્ફોસિસથી જોડાયેલા છે દાનવીર
આઇટી કંપની ઇન્ફોસિસ સાથે જોડાયેલ નંદન નીલેકણિ, ક્રિસ ગોપાલકૃષ્ણન, અને એસડી શિબૂલાલે ક્રમશ: 159 કરોડ, 90 કરોડ અને 35 કરોડ રૂપિયાનું વાર્ષિક દાન કરેલ છે. જેમની રેન્કિંગ ક્રમશ: 9,16 અને 28મો છો .

સૌથી યુવાન દાનવીર
રિપોર્ટ અનુસાર જેરોધાનાં 36 વર્ષિય નિખિલ કામથ એડલગિવ હુરૂન ઇન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટ 2022માં સૌથી નાની ઉંમરનાં દાનવીર વ્યક્તિ તરીકે જાહેર થયાં છે. તેણે અને તેમના ભાઇ નિતિન કામથે આ વર્ષે પોતાના દાનને 300% વધારી અને 100 કરોડ રૂપિયાનું દાન કરેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ