બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Have you mistakenly eaten expired food? So now! Keep this special concept for safety
Last Updated: 04:31 PM, 15 February 2024
ADVERTISEMENT
ભૂખ લાગતાં જ તમે રસોડામાં તમારી નજર સામે જે હતું તે કંઈ પણ વિચાર્યા વિના ખાઈને ભૂખ મિટાવી દીધી. પરંતુ જ્યારે તમે તેની એક્સપાયરી ડેટ જોઈ તો તમે ચિંતામાં પડી ગયા. કારણ કે એક્સપાયરી ડેટને એક સપ્તાહ વીતી ગયું હતું. આવી સ્થિતિમાં ગભરાવાની જગ્યાએ એક્શન મોડમાં આવવું વધુ સારું છે. એક્સપાયર્ડ થઇ ગયેલા ખોરાક ખાવાની અસરનો આધાર ખોરાકના પ્રકાર પર છે અને તે કેવી રીતે સંગ્રહિત કરવામાં આવ્યો તેના પર પણ આધાર રાખે છે. ..એક્સપાયર્ડ થયેલી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમને ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ વધુ છે, જ્યારે પેકેજ્ડ ફૂડથી આવું જોખમ થોડું ઓછું છે.
ADVERTISEMENT
બ્રેડમાં એક્સપાયરી ડેટ પછી બેકટેરિયા ઝડપથી બનવા લાગે છે
દરેક ખોરાકની પોતાની એક્સપાયરી ડેટ હોય છે.. એક્સપાયરી ડેટ પછી ખાદ્યપદાર્થોની ગુણવત્તા બગડે છે અને તેમાં પોષક મૂલ્યનો અભાવ સર્જાય છે. અને બીજું, સાલ્મોનેલા, ઇ. કોલી જેવા હાનિકારક બેક્ટેરિયાના વિકાસને કારણે, ઉલ્ટી, તાવ અને ઝાડા થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. જેના કારણે ઘણી વખત જીવ પણ જોખમમાં મુકાય છે. અજાણતા એક્સપાયર થયેલી બ્રેડ ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. કારણ એ છે કે જ્યારે બ્રેડ બગડે છે, ત્યારે તેમાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી બનવા લાગે છે, જેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
ADVERTISEMENT
ખોરાકને સ્ટોર કરવા માટે રસાયણોનો ઉપયોગ કરાતો હોવાથી વધુ હાનિકારક
ADVERTISEMENT
જ્યારે પણ તમે આકસ્મિક રીતે મોલ્ડ ફૂડ ખાઓ છો, તો તેનાથી એલર્જી, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘણા ખોરાકને સ્ટોર કરવા માટે રસાયણોનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે તેમની એક્સપાયરી ડેટ પછી પણ તેનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
જ્યારે તમે ભૂલથી એક્સ્પાયર થયેલો ખોરાક ખાઓ તો ગભરાશો નહીં, પરંતુ આ ટિપ્સ ફોલો કરો.
ADVERTISEMENT
તમારા મનને શાંત રાખો
જો તમે અચાનક એવું વિચારીને ગભરાઈ જાઓ કે તમે એક્સપાયર થઈ ગયેલો ખોરાક ખાધો છે, તો તમારું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે. આવી સ્થિતિમાં, તમારા મનને શાંત કરો અને આગળ શું કરવું તે વિશે વિચારો.
ADVERTISEMENT
લક્ષણો પર નજર રાખો
શું તમે એક્સપાયર થયેલ ખોરાક ખાધા પછી કોઈપણ પ્રકારની એલર્જી અથવા ઉલ્ટી અથવા ચક્કર અનુભવી રહ્યા છો? આનું ખાસ ધ્યાન રાખો. જો તમને સહેજ પણ લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચોઃ સવારે વહેલાં ઊઠવામાં પડે છે તકલીફ? અપનાવી જુઓ આ સરળ ટિપ્સ
ખુબ પાણી પીઓ
પાણી તમારા શરીરને હાઇડ્રેટ તો કરે જ છે સાથે સાથે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર ફેંકવામાં પણ મદદરૂપ થાય છે માટે જ્યારે પણ તમે આકસ્મિક રીતે એક્સપાયર્ડ ફૂડ ખાઇ લો તો ખુબ પાણી પીઓ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.