બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Haryana Women's Panel Chief Threatening Cop with Departmental Inquiry Caught on Camera

અયોગ્ય / VIDEO : બે મોટા ગજાના મહિલા અધિકારીઓ મીટિંગમાં ઝગડ્યાં, એકે બીજાને બહાર કાઢી મૂક્યા

Hiralal

Last Updated: 06:28 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા મહિલા પંચના અધ્યક્ષ રેણુ ભાટિયાએ ચાલુ મિટિંગમાં મહિલા પોલીસ અધિકારીને ગેટ આઉટ કહીને બહાર કાઢી મૂક્યાનો વીડિયો વાયરલ થયો છે.

  • હરિયાણા કૈથલમાં ચાલુ મિટિંગમાં બાખડ્યાં બે મહિલા અધિકારી 
  • અધ્યક્ષે મહિલા અધિકારીને ખખડાવીને બહાર કાઢી મૂક્યા
  • લગ્ન કેસમાં મહિલા પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ગુસ્સે થયા અધ્યક્ષ 

હરિયાણાના કૈથલમાં ચાલુ મિટિંગમાં રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ રેણુ ભાટિયા અને મહિલા પોલીસ અધિકારી વચ્ચે વિવાદ પેદા થયો હતો અને વિવાદ એટલી હદે વધ્યો કે એક તબક્કે તો રેણુ ભાટિયાએ મહિલા પોલીસ અધિકારીને ગેટઆઉટ કહીને બહાર તગડી મૂક્યા હતા. 

કેમ ઝગડ્યાં બે મહિલા અધિકારી
હકીકતમાં વૈવાહિક જીવનનો એક કેસ બેઠકમાં ઉછળ્યો હતો જેમાં આરોપ છે કે મહિલા અધિકારીએ યોગ્ય પગલાં લીધા નહોતા અને પોલીસ અધિકારીએ કેસની પીડિતાની ત્રણ વાર તપાસ કરી હતી પરંતુ તેના પતિની કોઈ તપાસ કરાઈ નથી આ વાતે મહિલા પંચના અધ્યક્ષ ભારે ગુસ્સા થયા હતા અને તેમણે બેઠકમાં હાજર રહેલ મહિલા પોલીસ અધિકારીને પૂછ્યું કે તમે શા માટે પુરુષની સામે પગલાં ભર્યાં નથી અને શા માટે મહિલાની ત્રણ વારની તપાસ કરી. આ વાતનો જવાબ આપો. 

બીજી મહિલા અધિકારીઓ આવીને મહિલાને લઈ ગયા 
મહિલા પંચના અધ્યક્ષના જવાનો મહિલા અધિકારીએ વિરોધ કર્યો ત્યારે ભાટિયાએ જણાવ્યું હતું કે તેમણે મહિલાની ત્રણ વખત તબીબી તપાસ કરાવી હતી, પરંતુ પુરુષની નહીં. અધિકારીએ જવાબ આપવાનો પ્રયાસ કરતાં ભાટિયાએ એસએચઓને તેને બહાર લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. ભાટિયા મહિલા પોલીસ અધિકારીને કહેતા વીડિયોમાં જોવા મળે છે કે, "મારી સાથે દલીલ ન કરો અને બહાર નીકળો." ત્યારબાદ અધિકારીને સાથી પોલીસ અધિકારી દ્વારા મીટિંગ રૂમની બહાર લઈ જવામાં આવ્યા હતા. ભાટિયાએ અગાઉ આ વ્યક્તિની તબીબી તપાસના આદેશ આપ્યા હતા અને અધિકારી તેના આદેશનું પાલન ન કરતા નાખુશ હતા.

મહિલા પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસ 
બાદમાં પત્રકારો સાથે વાત કરતા ભાટિયાએ કહ્યું હતું કે, આ વ્યક્તિની મેડિકલ તપાસ કરાવવામાં આવશે. ભાટિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "તમે જોયું કે મહિલા પોલીસ અધિકારીએ મારી સાથે કેવી રીતે વાત કરી. મહિલા પોલીસ અધિકારીની સામે ખાતાકીય તપાસ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ