બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / સુરત / Harsh Sanghvi showed toughness against those who spit after eating pan masala in public

સુરત / VIDEO : મહિલાઓ દંડો લઈને બેસો, કોઈ થૂંકવાની કે ગંદકી કરવાની હિંમત નહીં કરે : મંત્રી હર્ષ સંઘવીની સલાહ

Khyati

Last Updated: 01:31 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પાન મસાલાની પિચકારીથી ત્રસ્ત મહિલાઓએ ગૃહરાજ્યમંત્રીને ફરિયાદ કરતા દર્શાવી કડકાઇ, કહ્યું ધોકો લઇને બેસો, બિલ્ડીંગની બહાર જ થૂંકીને આવશે

  • સુરતમાં સુમન આવાસમાં પહોંચ્યા હતા હર્ષસંઘવી
  • પાનના મસાલાની પિચકારીથી ત્રસ્ત મહિલાઓએ ગૃહરાજ્યમંત્રીને કરી રજૂઆત
  • ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને જણાવ્યો સમસ્યાનો ઉકેલ

ભલે ગુજરાતના શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્થાન મળે પરંતુ ગુજરાતના એવા ઘણા મહાનગરો છે જે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા નંબરે આવવા છતાં પણ ત્યાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ વાત છે સુરતની. સુરતમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મૂળ સુરતના ગૃહરાજ્ય મંત્રીએ ગંદકીને લઇને મહિલાઓએ ફરિયાદ કરતા કડકાઇ દર્શાવી  હતી અને મહિલાઓને ધોકો લઇને બેસવાની સલાહ આપી.

'હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે'

વાત જાણે એમ છે કે સુરતના સુમન આવાસ ખાતે આજે ગૃહરાજ્યમંત્રી પહોંચ્યા હતા.. ત્યાં આવતાની સાથે જ હાજર જનમેદની તેમનુ અભિવાદન કરવા લાગી પરંતુ મહિલાઓ તેમની પાસે ગંદકીની ફરિયાદ લઇને પહોંચી ગઇ હતી. આવાસમાં ઠેર ઠેર પાનની પિચકારીઓને કારણે ગંદકી થતી હોવાની ફરિયાદ હર્ષસંઘવીને કરી હતી . આ મામલે ગૃહરાજ્યમંત્રીએ મહિલાઓને એક્શનમાં આવવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે " બહેનો હાથમાં લાકડી લઇને બેસે તો કોઇ પિચકારી મારશે ? બધી બહેનો ભેગી થઇને નીચે બેસો હાથમાં દંડો લઇને.  કોઇ ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે, એ બિલ્ડીંગની બહાર જ ચૂપચાપ થૂંકીને આવશે"

 

એ તો બધા વાતો કરે પણ ડરે બધા- હર્ષ સંઘવી

તેમણે વધુમાં જણાવ્યુ કે તમે એકલા એકલા વાત કરોને તો કંઇ નહી થાય, બધાએ ભેગા થઇને બેસશોને તો ડરશે.  કારણ કે એતો બધા વાતો કરે પણ ડરે બધા. આવુ બોલતા જ સૌ કોઇ હસવા લાગ્યા હતા. તેમજ પાન મસાલાની પિચકારીઓથી પરેશાન મહિલાઓને ફ્લેટની નીચે ધોકો લઇને જ બેસવાનું કહ્યું. ધોકો બતાડશો ને એટલે બિલ્ડિંગની બહાર ભાગશે તેમ જણાવીને મહિલાઓને પોતાની સમસ્યાનો ઉકેલ જણાવ્યો હતો. સાથે જ અન્ય ફરિયાદોના ઉકેલ માટે પણ આશ્વાસન આપ્યુ હતું અને કહ્યું કે જો કોઇ તમને હેરાન કરે તો પોલીસ ફરિયાદ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ