બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / haridwar 5 year old child suffering with blood cancer was drowned by her mother in Ganga viral video

હદયકંપી / કેન્સરથી બચાવવાના ચક્કરમાં સગી માએ જ દીકરાને ગંગામાં ડૂબાડીને મારી નાંખ્યો, દર્દનાક વીડિયો વાયરલ

Vaidehi

Last Updated: 03:03 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘટના અંગે જાણકારી આપતાં સિટી SP સ્વતંત્ર કુમારે જણાવ્યું કે દિલ્હીથી એક પરિવાર પોતાના 5 વર્ષીય બાળકને લઈને અહીં આવ્યો હતો જે બ્લડ કેન્સરથી પીડિત હતો. માતાએ પોતાના બાળકને ગંગામાં ડૂબાડીને મારી નાખ્યો.

  • હરિદ્વારમાં બની હદયકંપી ઘટના
  • 5 વર્ષનાં કેન્સર પીડિત બાળકને પરિવાર લઈ આવ્યો હરિદ્વાર
  • ગંગા સ્નાન સમયે માતાએ બાળકને ડૂબાડી દીધાનો આરોપ

ઉત્તરાખંડનાં હરિદ્વારમાં બુધવારે બપોરે 5 વર્ષનાં એક બાળકની ગંગામાં ડૂબી જવાથી મોત થઈ ગઈ. દિલ્હીનો એક પરિવાર પોતાના 5 વર્ષનાં પુત્રને લઈને હરિદ્વારમાં હરકી પૌડીમાં ગંગા સ્નાન કરાવવા માટે લઈ આવ્યો હતો. હરકી પૌડી પર ગંગામાં ડૂબીને બાળકનું મોત થઈ ગયું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

માતાએ બાળકને પાણીમાં ડૂબાડ્યો?
આ વીડિયોમાં મહિલા બાળકને થોડીવાર સુધી પાણીમાં ડુબાડતી નજર આવી રહી છે. આ બાદ આસપાસમાં રહેલા લોકો મહિલાની પાસે પહોંચી જાય છે અને તેને રોકવાનાં પ્રયાસ કરે છે પણ મહિલા તેને દૂર હટાવવા લાગે છે. મહિલા થોડા સમય બાદ બાળકને પાણીની બહાર કાઢે છે.

બ્લડ કેન્સરથી પીડિત હતો બાળક
SP સિટી સ્વતંત્ર કુમારે જણાવ્યું કે દિલ્હીથી એક પરિવાર પોતાના 5 વર્ષીય પુત્રને લઈને અહીં આવ્યો હતો જે બ્લડ કેન્સરથી પીડિત હતો. ડોક્ટરોનાં જવાબ અપાયા બાદ પરિવારજનો આસ્થાથી પોતાના બાળકને ગંગા સ્નાન માટે હરિદ્વાર લઈને પહોચ્યાં હતાં. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

વધુ વાંચો:  વડોદરા બોટકાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સંતની મધ્યસ્થીથી થયો હાજર

ડ્રાઈવરે પરિવારજનો વિશે માહિતી આપી
પરિવારને દિલ્હીથી હરિદ્વાર પહોંચાડનાર ડ્રાઈવરે જણાવ્યું કે જ્યારે પરિવારજનો બાળકને લઈને ગાડીમાં બેઠાં હતાં ત્યારે તે ઘણો બીમાર દેખાઈ રહ્યો હતો અને હરિદ્વાર સુધી બાળકની તબિયત ઘણી વધારે બગડી ગઈ. ટેક્સી ડ્રાઈવર અનુસાર પરિવારજનો બાળકની તબિયત ખરાબ હોવાને લીધે તેના ગંગા સ્નાનની વાત કરી રહ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ