બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Hardik Patel's statement on making a law on love marriage

નિવેદન / 'જો મા-બાપ જ રાજી નહીં હોય તો એવાં લગ્નનો અર્થ શું', પ્રેમલગ્ન પર કાયદો બનાવવા મુદ્દે હાર્દિકનું નિવેદન

Priyakant

Last Updated: 03:32 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Patel Statement News: હાર્દિક પટેલે કહ્યું કે, માતા-પિતાથી મોટું કોઈ નથી. જો માં-બાપ જ રાજી નહિ હોય તો તમે ગમે તેટલા સાચા હોય પણ માં-બાપ જ દુખી હશે તો એવા લગ્નનો મતલબ શું?

  • પ્રેમલગ્નમાં માં-બાપની સહીને લઈ હાર્દિક પટેલનું નિવેદન 
  • છોકરીઓને ફસાવવાના જે પ્રયોજનો ચાલે છે, તેના પર રોક લાવવી જરૂરી: હાર્દિક 
  • જો મા-બાપ જ રાજી નહીં હોય તો એવાં લગ્નનો અર્થ શું: હાર્દિક પટેલ 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં એક કાર્યક્રમમાં છોકરીઓને ભગાડી જવાના બનાવો અટકાવવા બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું હતું આ બાબતે પણ સ્ટડી કરી સારો રિઝલ્ટ મળી શકે તેવા પ્રયત્નો કરીશું. આ તરફ હવે VTV ન્યૂઝ સાથે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વાત કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, છોકરીઓને ફસાવવાના જે પ્રયોજનો ચાલે છે, તેના પર રોક લાવવી જરૂરી છે.

અમદાવાદની વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રેમલગ્ન મામલે નિવેદન આપ્યું છે. VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે, છોકરીઓને ફસાવવાના જે પ્રયોજનો ચાલે છે, તેના પર રોક લાવવી જરૂરી છે. અમારી સરકાર આ મામલે યોગ્ય અને જરૂરી પગલાં ભરી રહી છે. આ મામલે ભૂપેન્દ્રભાઈએ ખૂબ જ મહત્વની વાત કરી કે, કાયદાને અને બંધારણને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય અને બંધારણની ભાષામાં રીતે જો આવો કોઈ કાયદો લાવવો પડશે તો આવો કાયદો લાવીને ગુજરાતની બહેન દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. 

હાર્દિકે ઉમેર્યું કે, સ્વભાવિક રીતે આપણે બધા જાણીએ છીએ કે, સારા પરિવારની અંદર માની લ્યો કે, છોકરો-છોકરી પ્રેમમાં છે અને પરિવારની જ્યારે ખબર પડે તો બંને તો આપણે એને લવ વિથએરેન્જ કહીએ છીએ. બંને પરિવાર બેસીને મેનેજ કરતાં હોય છે. કાયદો એટલા માટે જરૂરી છે અને કાયદો એટલા માટે બનવો પણ જોઈએ કે લવ જેહાદ જેવા મુદ્દાઓને કારણે કેટલીય છોકરીઓના જીવન બરબાદ થતાં હોય છે. 

માં-બાપ જ રાજી નહિ હોય તો..... 
આ સાથે હાર્દિકે ઉમેર્યું કે, હું માત્ર લવ જેહાદની વાત નથી કરતો, એવા પણ ઘણા પ્રકરણો છે કે, અમુક વ્યક્તિઓ છોકરીઓને ફસાવવા માટે થઈ ને પોતાની જાત છુપાવતા હોય છે. પોતાના પરિવારની હકીકત છુપાવતા હોય છે. અને પછી બીજી સારી સારી અને ફોસલાવીને વાતો કરીને પોતાના ઘરે લઈ જાય અને પછી એના જોડે દહેજ માંગવામાં આવે, મારઝૂડ કરવામાં આવે, શારીરિક-માનસિક ટૉર્ચર કરવામાં આવે છે. અને તેના કારણે દીકરીઓને આત્મહત્યા કરવી પડે છે. આ સાથે હાર્દિક પટેલે ઉમેર્યું કે, માતા-પિતાથી મોટું કોઈ નથી. જો માં-બાપ જ રાજી નહિ હોય તો તમે ગમે તેટલા સાચા હોય પણ માં-બાપ જ દુખી હશે તો એવા લગ્નનો મતલબ શું? આવા અનેક કિસ્સામાં પારિવારિક સમસ્યા પણ ઊભી થતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ