બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Hardik Patel friend AAP leader Nikhil Savani's big claim

સંકેત / હાર્દિક પટેલના મિત્ર AAP નેતા નિખિલ સવાણીનો મોટો દાવો, શું કોંગ્રેસને ખરેખર લાગશે મોટો ઝટકો?

Vishnu

Last Updated: 09:33 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીખિલ સવાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, કહ્યું કોંગ્રેસને આગામી દિવસમાં મોટો ઝટકો લાગવાની તૈયારી

  • હાર્દિક પટેલની કોંગ્રેસમાં નારાજગીનો મામલો 
  • પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગવાનો નીખિલ સવાણીનો દાવો
  • નીખિલ સવાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકીય પક્ષોમાંથી મોટા ધડાકા સંભળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં તો જાણે સંન્નાટો છવાઈ ગયો છે.હજૂ નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પણ નથી થઈ.ત્યાં હાર્દિક પટેલ નરેશ પટેલને હાથો બનાવી. કોંગ્રેસને અલવિદા કરવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં હવે પીટીઆઈ સાથે વાત કરતા હાર્દિક પટેલે સૌથી મોટા સંકેત આપ્યા છે.અને તેણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દીધું છેકે, કોંગ્રેસમાં મારી વારંવાર અવગણના થાય છે. અને કોંગ્રેસના નેતાઓ ઈચ્છેછે કે, હું કોંગ્રેસ છોડી દઉં

નીખિલ સવાણીની પોસ્ટથી ખળભળાટ

હાર્દિક પટેલ 2-3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ પર પોતાનો બળાપો ઠાલવી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છોડી આપમાં પગરવ માંડશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. એવામાં હાર્દિક પટેલના ખાસ દોસ્ત AAP નેતા નિખિલ સવાણીએ ટ્વીટ કરી વહેતી વાતોને જાણે મહોર મારી છે. સવાણીએ લખ્યું છે કે આગામી દિવસમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની તૈયારી..આ ટ્વીટ થતાં હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે અને AAP પાર્ટીનું ઝાડુ પકડશે તેવી વાતને વધુ વેગ મળ્યો છે. 

મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છેઃ હાર્દિક
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પીટીઆઈને આપેલ નિવેદન પ્રમાણે કહે છે કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં, મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી

આ કારણોએ આપ્યા સંકેત કે હાર્દિક કોંગ્રેસ છોડશે?
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શા માટે જઈ શકે છે..? તેવા સવાલો દરેક વ્યક્તિને થતા હશે.તો આપને જણાવી દઈએ કે, સૌથી પહેલા તો હાર્દિક પર ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો સ્ટે મળતા જ ચૂંટણી લડવાનું મોકળું મેદાન મળી ગયું છે.બીજી તરફ ભાજપ સરકાર પણ પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારીમાં છે.પરંતુ હાર્દિકના આક્ષેપ પ્રમાણે, કોંગ્રેસ ગોળ ગોળ વાતો કરી પાટીદારોનું અપમાન કરી રહી છે. 2017માં કોંગ્રેને પાટીદાર આંદોલનકારી નેતાઓના કારણે ફાયદો થયો હતો. પરંતુ 2019 પછી કોંગ્રેસે મારો અને પાસના નેતાઓનો ઉપયોગ ન કર્યો.જાહેર મંચો પર હવે પાટીદાર નેતાઓને સ્થાન નથી અપાતું.અને સારા નિર્ણયોમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ મારી ગણના ન થઈ હોવાના હાર્દિકે આક્ષેપો લગાવ્યા છે.આ તમામ પ્રકારના શબ્દો જ દર્શાવે છેકે, હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાંથી ટૂંક સમયમાં વિદાય લેશે.જોકે કોંગ્રેસ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જશે કે, ભાજપમાં તે સ્પષ્ટ નથી પરંતુ સૂત્રોના મતે હાર્દિક જે ભાજપ પર અત્યાર સુધી મા]લા ધોતો આવ્યો છે.તે જ ભાજપમાં જોડાઈ શકે છે

હાર્દિકના નિવેદનથી પ્રદેશ નેતૃત્વ નારાજ
હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું.

ગત રોજ નરેશ પટેલ મુદ્દે હાર્દિક પટેલનું સૂચક નિવેદન આપ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા.તથા તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે, નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આટલો વિલંબ થતાં નરેશ પટેલની છબીને નુક્સાન થાય છે. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટુ નથી તેમ જણાવ્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ