બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / hardik patel delhi visit raghu sharma rahul gandhi gujarat congress

રાજનીતિ / મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે આપેલા નિવેદન બાદ હાર્દિકને બોલાવાયો દિલ્હી, હાઈકમાન્ડ સાથે આજે મુલાકાત

Hiren

Last Updated: 11:23 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ નારાજ હાર્દિક પટેલ પોતાના કેટલાક નિવેદનો બાદ હાઈકમાન્ડની નજરે ચડ્યા છે. હાર્દિકને દિલ્હીનું તેડુ આવ્યું છે.

  • હાર્દિક પટેલની નારાજગી વચ્ચે મોટા સમાચાર
  • મીડિયા નિવેદન બાદ હાર્દિકને દિલ્હીનું આવ્યું તેડુ
  • કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે હાર્દિક

હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને આડે હાથ લીધા હતા. તથા તેમનો અને પાસના નેતાઓનો કોંગ્રેસે પુરતો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી કોંગ્રેસ હાઇકમાન્ડને વિચારતા મુકી દીધા હતા. તો સામે પક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટુ નથી તેમ જણાવ્યુ હતું. ત્યારે મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે.

કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે હાર્દિક
હાર્દિકના નિવેદન અંગે પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં રિપોર્ટ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા છે, તેઓ આજે કોંગ્રેસ હાઇકમાન્ડને મળશે. 

હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવાની પ્રભારીએ આપી હતી શિખ
હાર્દિક પટેલના વિવાદિત નિવેદન બાદ પ્રદેશ નેતૃત્વમાં નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ પર કોંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી હતી. શું હાર્દિક પટેલ નિવેદન આપ્યું તેની પહેલા નરેશ પટેલ સાથે વાત કરી? શું નરેશ પટેલે પોતાની કોઇ પ્રતિક્રિયા આપી? કોઇ પણ નિવદેન પહેલા નેતાઓએ વિચાર કરવો જોઇએ. હાર્દિક પટેલ પાર્ટીના એક પદ પર બેઠા છે, હાર્દિક પટેલને જો નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. જાહેરમાં સીધી નારાજગી વ્યક્ત કરવી યોગ્ય ન હોવાનો મત રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે હાર્દિકને નસીહત આપી હતી. પાર્ટી ડિસિપ્લિનથી ચાલે છે, હાર્દિક પટેલને અનુશાસનમાં રહેવું જોઇએ, જો નારાજગી હોય તો અમારી પાસે આવે સમાધાન આપીશું.

હાર્દિકે એક બાદ એક કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાર્દિક પટેલે કહ્યું હતું કે, 2017 પછી મારો ક્ષમતા મુજબ ઉપયોગ નથી થયો. પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો હતો. બીજી તરફ નરેશ પટેલને લઈને કોંગ્રેસના વલણને પણ હાર્દિકે વખોડ્યું હતું. 

હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલનો પણ તેમની ક્ષમતા મુજબ ઉપયોગ થવો જોઇએ. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય. મારા જેવું નરેશભાઈ સાથે ના થવું જોઈએ. નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે. નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક સવાલ. નિર્ણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુકસાન થાય છે.

ત્યારબાદ હાર્દિકે કહ્યું હતું કે, પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પર આરોપ નથી લગાવ્યા. અમે જ્યાં છીએ ત્યાથી સાચુ બોલવું જોઈએ. પાર્ટીની વચ્ચે નાની-મોટી નારાજગી હશે. સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર માની શકે છે.

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક 
એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે ગઇકાલે તેમની સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતું. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ