બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / hardik patel big statement after quiting congress on vtvgujarati

VIDEO / EXCLUSIVE : હાર્દિક પટેલની મોટી જાહેરાત, એક સપ્તાહમાં જ એલાન કરીશ ક્યાં જઉં છું, ભાજપમાં જોડાવાના આપ્યા સંકેત

Parth

Last Updated: 02:47 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ બધાના મનમાં એક જ સવાલ છે કે હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેનું એલાન ક્યારે કરવામાં આવશે ત્યારે VTVGujarati.com ને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં મોટો ખુલાસો હાર્દિક પટેલે કર્યો છે.

  • એક જ સપ્તાહમાં હાર્દિક પટેલ કરશે મોટું એલાન 
  • કઈ પાર્ટીમાં જોડાઈશ તે પૂરા કારણ અને સંપૂર્ણ માહિતી સાથે જોડાઈશ: હાર્દિક પટેલ 
  • હું પાર્ટી પ્રોટોકોલ સાથે કામ કરવાવાળો માણસ છું: હાર્દિક પટેલ 

ગુજરાતનો પાટીદાર ચહેરો અને દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જનતાની અંદર ઘણા બધા સવાલ હાર્દિક પટેલને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે તેમણે તમામ સવાલો પર જવાબ આપ્યો છે. 

એક સપ્તાહમાં હાર્દિક પટેલ કરશે મોટું એલાન 
VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે વારંવાર કહ્યું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે  એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ. 

હાર્દિકે આડકતરી રીતે ભાજપમાં જોડાવાના આપ્યા સંકેત

હાર્દિક પટેલે ઈન્ટરવ્યૂમાં જેટલી પણ વાતો કરી તેમાં ખાસ કરીને ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું. રામ મંદિર અને કલમ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો. જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.

ચૂંટણી લડશે હાર્દિક પટેલ 
નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી. 

યુવાનોના એ મુદ્દાને લઈને પાર્ટીમાં જોડાઈશ 
હાર્દિક પટેલે કહ્યું કે મારે રાજકારણમાં બે મોટા પ્લાન છે, એક તો સરકારી નોકરી માટે જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પેપર ફૂટી જાય છે ત્યારે આ મુદ્દે કડક કાયદા બનાવવાની જરૂર છે અને આ સાથે ગુજરાતમાં કામ કરતી કંપનીઓને કડક આદેશ આપવામાં આવે કે ગુજરાતીઓને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવે, કોલેજની અંદર પણ વિદ્યાર્થીઓને નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવે. 

મારી સાથે પાંચ મિનિટ વાત કરી હોત તો રાજીનામું ન આપ્યું હોત: હાર્દિક પટેલ 
VTV ગુજરાત સાથે એકસલુઝિવ વાતચિતમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી પર ફરીથી ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીએ માત્ર પાંચ મિનિટ પણ આપી દીધી હોત તો હું રાજીનામું ના આપેત. તેમણે કહ્યું કે માત્ર હું જ ન નહીં, કોંગ્રેસ પાર્ટી છોડીને જેટલા નેતાઓ જઈ રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ પાંચ મિનિટનો પણ ટાઈમ આપ્યો નથી. હાર્દિક પટેલે કહ્યું કે દાહોદની સભામાં પણ રાહુલ ગાંધીએ મને પાંચ મિનિટનો સમય આપ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ