બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya returns to Mumbai Indians, leaves Gujarat after 2 years amid 2 hours of drama

જબરદસ્ત ડ્રામા / IPL 2024 પહેલા મેજર અપસેટ: GTમાં રિટેન થયા બાદ હાર્દિક પંડયા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ, 2 કલાકના ડ્રામા બાદ છોડ્યું ગુજરાત

Pravin Joshi

Last Updated: 08:32 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 ના રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે હાર્દિક પંડ્યા આખરે મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો. હાર્દિક 2021 સુધી આ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો હતો પરંતુ 2022ની સીઝનમાં તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો અને પછી પ્રથમ પ્રયાસમાં જ તેણે ટીમને ટાઈટલ જીતાડ્યું.

  • હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો 
  • હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડ્યું
  • MI સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી 

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. બે વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સના સુકાની રહેલા હાર્દિક પંડ્યા ફરી એકવાર 5 વખતની ચેમ્પિયન મુંબઈ સાથે પરત ફર્યો છે. 26 નવેમ્બર રવિવારના રોજ રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે માત્ર 2 કલાકમાં જ રિટેન થયા બાદ હાર્દિક મુંબઈમાં જોડાયો હતો. આ સાથે ત્રણ દિવસથી ચાલી રહેલી અફવાઓ અને અટકળોને આખરે સમર્થન મળ્યું છે. હાર્દિકનું મુંબઈ પરત ફરવું પણ આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ બની ગયું, જેણે પહેલાથી જ બધાને ચોંકાવી દીધા હતા. 24 નવેમ્બરથી એવા અહેવાલો હતા કે હાર્દિક પંડ્યા 2 વર્ષ સુધી ગુજરાત સાથે રહ્યા બાદ ફરી એકવાર તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી શકે છે. જો કે બંને ટીમ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

ધોની સામે હાર્યા બાદ હાર્દિકે જે કહ્યું તે સાંભળો! તમે પણ કહેશો 'આને કે'વાય  સાચો લીડર' I after losing the trophy from csk Hardik Pandya said Dhoni  deserves this

હાર્દિક મુંબઈમાં પાછો ફર્યો 

ખેલાડીઓની રિટેઈન કરવાની અંતિમ તારીખ 26મી નવેમ્બર રવિવાર હોવાથી આ સમય દરમિયાન જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા હતી. મળતી માહિતી મુજબ   રીટેન્શન શો દરમિયાન ગુજરાત દ્વારા  હાર્દિકને જાળવી રાખ્યો હોવાની સનસનાટીભરી જાહેરાત કરવામાં આવી હતી. આનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. જોકે, આ પછી પણ હાર્દિકના મુંબઈ જવાની આશા જીવંત રહી હતી કારણ કે રિટેન્શન-ડેડલાઈન પછી પણ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે. પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આગામી 2 કલાકમાં આ બધું થઈ જશે. સાંજે લગભગ 5.25 વાગ્યે, હાર્દિકને જાળવી રાખવાની જાહેરાત કરવામાં આવી અને પછી લગભગ 7.25 વાગ્યે એક ક્રિકેટ વેબસાઇટે જાહેર કર્યું કે હાર્દિક મુંબઈ પાછો ફર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંપૂર્ણપણે રોકડ ડીલ છે, જેના હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને 15 કરોડ રૂપિયાનો પગાર આપશે. આ ઉપરાંત એક અલગ ટ્રાન્સફર ફી પર પણ સહમતિ બની છે, જેમાંથી 50 ટકા હાર્દિકને આપવામાં આવશે અને બાકીની 50 ટકા રકમ ગુજરાત ટાઇટન્સને આપવામાં આવશે. જો કે, આ ટ્રાન્સફર ફીની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

IPL 2024માં હાર્દિક પંડ્યાની મુંબઈ ઈંડિયંસમાં વાપસી ફાઇનલ: આ ખેલાડી બની શકે  ગુજરાતનો કેપ્ટન, રોહિતને લઈને પણ અટકળો તેજ / Hardik Pandya to return to  Mumbai ...

હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી 

હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. અહીંની સફળતા સાથે જ હાર્દિક માટે ટીમ ઈન્ડિયાના દરવાજા પણ ખુલી ગયા. હાર્દિકે મુંબઈ સાથે 4 વખત ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ IPLમાં પ્રવેશ કર્યો અને હાર્દિક તેનો કેપ્ટન બન્યો. હાર્દિકે પ્રથમ સિઝનમાં જ ટીમને ટાઈટલ અપાવ્યું હતું. 2023 સીઝનમાં, તે ટીમને ફાઇનલમાં લઈ ગયો, જ્યાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ