બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / harbhajan singh claims bad umpiring abd bad rules cost pakistan this game

ક્રિકેટ / પાકિસ્તાનના પક્ષમાં બોલ્યો હરભજનસિંહ, લોકોએ કર્યો ટ્રોલ: ખરાબ અમ્પાયરિંગ પર ઉઠાવ્યા હતા સવાલ

Arohi

Last Updated: 11:25 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Harbhajan Singh: પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે દાવો કર્યો છે કે સાઉથ આફ્રીકાની સામે ખરાબ એમ્પાયરિંગના કારણે પાકિસ્તાનને હાર મળી, પરંતુ સાઉથ આફ્રીકી ક્રિકેટર ગ્રીમ સ્મિથે પણ તેમને પ્રશ્નો કર્યા છે.

  • હરભજન સિંહના દાવાથી હંગામો 
  • અમ્પાયરના કારણે હાર્યું પાકિસ્તાન? 
  • ગ્રીમ સ્મિથે પુછી લીધો આ સવાલ 

વર્લ્ડ કપ 2023માં કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહે પાકિસ્તાન vs સાઉથ આફ્રીકાની મેચને લઈને દાવો કર્યો છે કે પાકિસ્તાનની ટીમને હારનો સામનો ખરાબ એમ્પાયરિંગ અને નિયમોના કારણે કરવો પડ્યો છે. તેના પર સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથે પણ પોતાનો મત આર્યો છે અને તેમની સામે આ મેચનો એક ફેક્ટ મુક્યો છે. 

ભારતમાં ચાલી રહેલા વિશ્વ કપમાં એમ્પાયરિંગના અમુક નિર્ણય નિશ્ચિત રીતે યોગ્ય નથી રહ્યા. આવું જ કંઈક પાકિસ્તાન અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાયેલી લીગ મેચ વખતે જોવા મળ્યું. પાકિસ્તાનની ટીમને જીત માટે એક વિકેટ જોઈતી હતી અને ટીમની જોરદાર અપીલ પર સાઉથ આફ્રીકાના બેટ્સમેનને LBW આઉટ ન આપવામાં આવ્યો. જોકે પાકિસ્તાને તે નિર્ણયને રિવ્યૂ કર્યું તો જાણવા મળ્યું કે સ્ટંપ્સ પર બોલ વાગ્યો છે પરંતુ આ અમ્પાયર કોલ છે. 

હરભજન સિંહે ઉઠાવ્યા સવાલ
આ પહેલા એક વાઈડનો નિર્ણય પણ શંકાસ્પદ હતો. તેને લઈને હરભજન સિંહે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, "ખરાબ એમ્પાયરિંગ અને ખરાબ નિયમોના કારણે પાકિસ્તાનને આ મેચ ગુમાવી પડી. આઈસીસીએ આ નિયમોને બદલવા જોઈએ. જો બોલ સ્ટંપ પર વાગી રહ્યો છે તો આ આઉટ છે. ભલે એમ્પાયરે આઉટ આપ્યો હોય કે નોટ આઉટ, તેનાથી કોઈ ફરક નથી પડતો... નહીં તો ટેક્નીકનો શું ઉપયોગ?" તેના પર ગ્રીમ સ્મિથે પણ પોતાનો મત રજૂ કર્યો છે અને ભજ્જીને જવાબ આપ્યો છે. 

ગ્રીમ સ્મિથે આપ્યો જવાબ 
ગ્રીમ સ્મિથે પુછ્યું, "ભજ્જી, એમ્પાયર્સ કોલ પર હું પણ તમારી જેમ જ અનુભવ કરૂ છું. પરંતુ રાસી વેન ડર ડુસેન અને દક્ષિણ આફ્રિકામાં પણ આજ ભાવના હોઈ શકે છે કે શું?" સ્મિથે આમ એવા માટે કહ્યું કારણ કે એમ્પાયરે રાસીને આઉટ કર્યો હતો અને રિવ્યૂમાં મળી આવ્યું કે બોલનો ખૂબ જ નાનો ભાગ સ્ટંપ્સને સ્પર્શ રહ્યો છે. એવામાં એમ્પાયર કોલ પર તેમને પવેલિયન પાછ ફરવું પડ્યું. પાકિસ્તાનની ટીમને આ મેચમાં ફક્ત એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ