બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Happiness turned into grief, Scorpio full of criminals met with an accident, 5 people died painfully

બિહાર / માતમમાં બદલાઈ ખુશી, જાનૈયાઓ ભરેલી સ્કોર્પિયોને નડ્યો અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત

Priyakant

Last Updated: 04:06 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Purnia Road Accident News: લગ્નપ્રંસગે શોભાયાત્રામાં જઈ રહેલા સ્કોર્પિયો વાહનની ટ્રક સાથે ટક્કર, ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

  • બિહારના પૂર્ણિયામાં ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત
  • દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો જાનૈયાઓ હોવાનું સામે આવ્યું 
  • લગ્નપ્રંસગે શોભાયાત્રામાં જઈ રહેલા સ્કોર્પિયો વાહનની ટ્રક સાથે ટક્કર 

થી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના જિલ્લાના મારંગા પોલીસ સ્ટેશનના NH 32 બાયપાસની છે જ્યાં શનિવારે આ ભયાનક અકસ્માત થયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો જાનૈયાઓ હોવાનું કહેવાય છે. 

પૂર્ણિયામાં લગ્નપ્રંસગે શોભાયાત્રામાં જઈ રહેલા સ્કોર્પિયો વાહનની ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 3 બાળકો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે પૂર્ણિયા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત નાજુક છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. 

શું કહ્યું સ્થાનિકોએ ? 
આ ઘટના અંગે લગ્નપ્રંસગે શોભાયાત્રામાં જઈ રહેલા મૃતકોના સંબંધીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓ અરરિયા જિલ્લાના જોકીહાટથી ખાગરિયા લગ્નપ્રંસગે શોભાયાત્રામાં જઈ રહ્યા હતા. સ્કોર્પિયો વાહને રોડ કિનારે પાર્ક કરેલી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ સાથે જ્યારે અન્ય બે લોકોનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ 
આ દુ:ખદ ઘટનાના ઘાયલોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. મામલાની માહિતી આપતા સદર એસડીપીઓ પુષ્કર કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ છે. તમામની હાલત ગંભીર છે. સિવિલ સર્જને 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સિવિલ સર્જન અભય પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ડોક્ટરોની આખી ટીમને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો ઘાયલ છે તેમની હાલત અત્યંત નાજુક છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ