બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Had An Interesting Conversation With One Of The Guys: Darren Sammy After Kalu Jibe

સ્પોર્ટ્સ / IPLમાં રંગભેદ વિવાદમાં મોટો વળાંક, સેમીએ કહ્યું માફીની જરૂર નથી, પ્રેમથી કાલુ કહેતા હતા ખેલાડીઓ

Parth

Last Updated: 01:53 AM, 13 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટમાં રંગભેદનો આરોપ લગાવનાર ડેરેન સમીના સૂર બદલાઈ ગયા છે. સમી હવે કહી રહ્યા છે કે જે તે ખેલાડીઓ તેમને પ્રેમથી કાલુ કહીને બોલાવતા હતા અને કોઈએ જાણીજોઇને આવું કર્યું નથી જેથી કોઈએ માફી માંગવાની જરૂર નથી. જે બાદ સોશિયલ મીડિયામાં ડેરેન સમી ફરીવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ખેલાડીઓ પર વંશીય ટિપ્પણીનો આરોપ લગાવીને ડેરેન ચર્ચામાં આવ્યા હતા.

  • થોડા દિવસ પહેલા ડેરેન સેમીએ કર્યો હતો ખુલાસો 
  • હવે કહ્યું માફીની જરુર નથી 
  • સેમીએ એક સાથી ખેલાડી સાથે વાતચીત કરી 

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ IPLમાં રંગભેદનો ખુલાસો કરતા કહ્યું હતું કે  મેચ દરમિયાન શ્રીલંકાના થિસારા પરેરા સામે અન્ય ખેલાડીઓ વંશીય ટિપ્પણીઓ કરતા હતા. તેમણે આરોપ લાગાવ્યો કે આઈપીએલમાં તેને અને પરેરાને લોકો 'કાલૂ' કહીને બોલાવતા હતા. જેનો અર્થ બાદમાં ખબર પડતા તેમને ખૂબ ગુસ્સો આવ્યો હતો. જોકે તે સમયે કોઈ ખેલાડીનું નામ જાહેર કર્યું ન હતું. 

સેમી કર્યો હતો ઘટસ્ફોટ 

ડેરેન સમીના આરોપ બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ ટીમને માફી માંગવા માટે આગ્રહ કર્યો હતો તથા ભારતના ખેલાડીઓની જૂની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી ત્યારે સેમીએ વધુ એક ટ્વીટ કરતા નવો વળાંક આવ્યો છે.  વેસ્ટઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ હવે કહ્યું કે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓ IPLમાં ખીજવવા માટે નહીં પરંતુ પ્રેમથી 'કાલૂ' કહીને બોલાવતા હતા જેથી કોઈએ માફી માંગવાની જરૂર નથી. 

ડેરેન સેમીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં એક ખેલાડી સાથે વાત કરી છે અને તે ખેલાડીએ મને ખાતરી આપી છે કે તે લોકો પ્રેમથી જ મને કાલુ કહીને બોલાવતા હતા. અને હું ભાઈની વાત પર પૂરો વિશ્વાસ કરું છું.  જોકે સેમીએ તે ખેલાડીનું નામ નથી લીધું જેની સાથે સમીએ વાતચીત કરી હતી. 

 

સેમીએ કહ્યું કે કે મારે આવું કરવાની જરૂર નહોતી કારણ કે કોઈએ જાણીજોઈને આવું નથી કર્યું. જે બાદ સોશિયલ મીડિયામાં ડેરેન સમી ફરીવાર ચર્ચાનો વિષય બની ગયા છે. લોકો ડેરેન સમીની પણ ટિકા કરી રહ્યા છે. ત્યારે પ્રખ્યાત અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ  પ્રશ્ન કર્યો હતો, તેમણે કહ્યું હત હતું કે જો કોઈ વ્યક્તિ અશ્વેત વ્યક્તિ માટે 'એન' શબ્દનો ઉપયોગ કરે અને પછી કહેવામાં અવે કે અમે પ્રેમથી બોલ્યા હતા, તો તમે આ વિશે શું કહેત?" સનરાઇઝર્સની ટીમે સેમીની માફી માગવી જોઈએ. 

જે બાદ સમીએ સ્વરાને પણ જવાબ આપ્યો. સમીએ કહ્યું કે મને ખોટો ન સમજશો.કોઈ ત્યારે જ માફી માગે છે, જ્યારે તેને લાગે છે કે તેણે કોઈ ભૂલ કરી છે. મને મારા રંગ પર ગર્વ છે જે ક્યારેય નહીં બદલાય. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ