બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Gyanesh Kumar-Sukhbir Sandhu became the new Election Commissioner?

Lok Sabha Election 2024 / જ્ઞાનેશ કુમાર-સુખબીર સંધૂ બન્યા નવા ચૂંટણી કમિશનર? ECના એલાન પૂર્વે અધીર રંજનનો દાવો, કહ્યું 'હું આને નથી માનતો'

Priyakant

Last Updated: 02:50 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ચૂંટણી કમિશનરને લઈ 2 નામો પર સર્વસંમતિ સધાઈ હોવાનો દાવો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા ચૂંટણી કમિશનરને લઈ 2 નામો પર સર્વસંમતિ સધાઈ હોવાનો દાવો વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો છે. અધીર રંજન ચૌધરીના કહ્યા મુજબ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ દેશના બે નવા ચૂંટણી કમિશનર બનશે. નોંધનીય છે કે, ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામા બાદ ચૂંટણી કમિશનરની બીજી જગ્યા ખાલી પડી હતી જ્યારે એક જગ્યા પહેલાથી જ ખાલી હતી.

શું કહ્યું અધીર રંજન ચૌધરીએ ? 
ચૂંટણી કમિશનરની પસંદગી માટેની સમિતિની બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સમિતિમાં તેમની (સરકાર) બહુમતી છે. અગાઉ તેઓએ મને 212 નામ આપ્યા હતા પરંતુ નિમણૂકની 10 મિનિટ પહેલા તેઓએ મને ફક્ત છ નામ આપ્યા હતા. હું જાણું છું કે ચીફ જસ્ટિસ (CJI) નથી, સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI દખલ કરી શકે નહીં અને કેન્દ્ર સરકાર પોતાની પસંદગીનું નામ પસંદ કરી શકે. હું એમ નથી કહેતો કે તે મનસ્વી છે, પરંતુ જે પ્રક્રિયાને અનુસરવામાં આવી રહી છે તેમાં કેટલીક ખામીઓ છે.

કોણ છે જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ થોડા દિવસ પહેલા સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. આ મંત્રાલયની રચના થઈ ત્યારથી જ જ્ઞાનેશે અહીં કામ કર્યું હતું. અગાઉ તેઓ ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા. તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. જ્ઞાનેશ 1988 બેચના કેરળ કેડરના અધિકારી છે.

વધુ વાંચો : CAA દેશભરમાં લાગુ, પરંતુ કોઇ રાજ્ય અસ્વીકાર કરે તો? ગૃહમંત્રીએ કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

કોણ છે સુખબીર સિંહ સંધુ ? 
સુખબીર સિંહ સંધુ પણ ભૂતપૂર્વ IAS અધિકારી છે. તેઓ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના અધિકારી છે. જ્યારે પુષ્કર સિંહ ધામી 2021 માં મુખ્યમંત્રી બન્યા ત્યારે સંધુને રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ