બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gusts of rain with wind in these districts including Amreli, Rajkot

હવામાન વિભાગ / અમરેલી, રાજકોટ સહિત આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદના સુસવાટા, હજુ સળંગ 3 દિવસનું અનુમાન, જાણો આગાહી

Vishal Khamar

Last Updated: 08:32 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પણ વરસાદી માહોલ અમુક અંશે જળવાઈ રહેશે. આગામી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.

  • રાજ્યામાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી 
  • આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદને લઇ આગાહી 
  • આજે રાજ્યના 19 તાલુકામાં વરસાદની આગાહી 

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાં છે. તેમજ આજે રાજ્યનાં 19 તાલુકામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,  વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ બોટાદમાં આગાહી કરવામાં આવી છે. 

શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ
સુરત શહેરમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. શહેરમાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અઠવાલાઈન્સ, પારલે પોઈન્ટ, પાલ, રાંદેર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 

મોડાસાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ
અરવલ્લી જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મોડાસાનાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડાસાનાં બાયપાસ વિસ્તાર, ડીપ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ભીલોડા તાલુકામાં પણ મેઘ મહેર થઈ હતી. 

ખેતીના અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
સાબરકાંઠા જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યારે દિવસભર ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. એક સપ્તાહનાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો પોશીનાં તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેતીને અનૂકૂળ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. પોશીના તાલુકામાં મોટા ભાગના  વિસ્તારમાં વરસાદ આધારીત ખેતી થાય છે. વરસાદ આવતા આદિવાસી વિસ્તારમાં ખેતીને ફાયદો થશે. 

વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ
સાબરકાંઠાનાં વિજયનગર તાલુકમાં વરસાદી માહોલ છવાયો હતો. વિજયનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વિજયનગર, ખોખરા, કથારીયા, કેલાવામા વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા. વરસાદ વરસતા મકાઈ, અડદ, સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું હતું. 

અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ
અમરેલી જીલ્લામાં સતત પાંચમાં દિવસે વરસાદ પડ્યો હતો. ખાંભા ગીરનાં ગ્રામ્ય પંથકમાં મેઘો મહેરબાન થયો હતો. ખાંભામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભાનાં તાતણીયા, લાસા, ઉમરીયા, નાનુડી, ભાડ, નાના વિસાવદરમાં પણ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોને રાહત મળી હતી.  

ગઈ કાલે પડેલાં વરસાદી ઝાપટાંથી અમદાવાદમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા. આંબાવાડી, પ્રહ્લાદનગર, ગુજરાત યુનિવર્સિટી રોડ, સી.એન. વિદ્યાલય, પંચવટી, ગુલબાઈ ટેકરા જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી જમા થઈ ગયાં હતાં. આજે પણ અમદાવાદમાં વરસાદ પડી શકે છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સળંગ ત્રણ દિવસ સુધી અમદાવાદમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. 


શહેરમાં બફારા અને ઉકળાટના વાતાવરણ વચ્ચે ગઈ કાલે સાંજે ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો, જોકે સામાન્ય વરસાદ પડવા છતાં પણ એક અથવા બીજા કારણસર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે ફરી શહેરમાં મેઘમહેર થવાની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતાં ૧ ઓક્ટોબર સુધી શહેરના આકાશમાં ઓછાવત્તા અંશે વાદળો છવાયેલાં રહેશે, તેમાં પણ આજે, આવતી કાલે અને ગુરુવારે એમ સળંગ ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.


રાજ્યમાં પણ વરસાદી માહોલ અમુક અંશે જળવાઈ રહેશે. આગામી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
આવતી કાલે ૨૭ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને દીવમાં હળવાેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગાંધીનગર ખાતેના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રો જણાવે છે કે આજે સવારના ૬.૦૦ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૮ જિલ્લાના ૩૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરતના ચોર્યાસીમાં સૌથી વધુ ૩ ઈંચ, અમરેલીના ખાંભામાં સરેરાશ ૩ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ૨ ઈંચથી વધુ, ગીર-સોમનાથના ઉના અને આણંદના આંકલાવમાં દોઢ ઈંચથી વધુ, ગીર-સોમનાથના તલાળામાં લગભગ દોઢ ઈંચ, અમરેલીના સાવરકુંડલા, જૂનાગઢના જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકો, ભરૂચના વાગરા  અને જૂનાગઢના વંથલીમાં અડધો ઈંચ તથા સુરત, અંકલેશ્વર અને ખેડબ્રહ્મામાં લગભગ અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

દરમિયાન, અમદાવાદમાં આજે ૨૫.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ છે, જ્યારે ગઈ કાલે શહેરમાં ૩૪.૩ ડિગ્રી સેલ્સિયસ ગરમી પડી હતી. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં એકાદ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે.


રાજ્યમાં હાલ ભારે વરસાદ લાવી શકે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, પરંતુ ભેજના કારણે વરસાદ થઈ રહ્યો છે, જોકે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, કેમ કે ગીરમાં અનેક ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું હોવાથી તે હવે લણવાની તૈયારીમાં છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં સમયસર વરસાદનો અભાવ અને સતત વાદળછાયા વાતાવરણના પગલે કપાસના પાકમાં રોગ આવતાં તે હવે નષ્ટ થવાના આરે છે. આ વર્ષે મોંઘા ભાવે બિયારણ લાવીને સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ રોગના કારણે આશા ઠગારી નીવડે તેવી સ્થિતિ જોવા મળતાં ખેડૂતો કફોડી હાલતામાં  મુકાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ