બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / guru pradosh vrat 2023 upay remedies for happiness money and prosperity

આસ્થા / Pradosh Vrat 2023: આજે ગુરૂ પ્રદોષ વ્રતના દિવસે અપનાવો આ ઉપાય, જીવનને ખુશીઓથી ભરી દેશે ભગવાન શંકર

Arohi

Last Updated: 10:02 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Pradosh Vrat 2023: પ્રદોષ વ્રત કરવાથી બધા દોષ અને કષ્ટ દૂર થાય છે. આ દિવસે અમુક ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને બધા રોકાયેલા કામ પુરા થવા લાગે છે અને બધા કષ્ટ દૂર થાય છે.

  • પ્રદોષ વ્રતના દિવસે કરો આ ઉપાય
  • ખુશીઓથી ભરાઈ જશે જીવન 
  • ઘરમાં આવશે સુખ-શાંતિ

26 ઓક્ટોબર એટલે કે આજે ગુરૂ પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રતને ત્રયોદશી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવને સમર્પિત છે. પુરાણો અનુસાર આ વ્રતને કરવાથી સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુની પ્રાપ્તિ થાય છે. 

જે પ્રદોષ વ્રત ગુરૂવારના દિવસે આવે છે તેને ગુરૂ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂવાર હોવાના કારણે આ દિવસે ભગવાન શિવની સાથે સાથે શ્રીહરિ વિષ્ણુજીની પણ કૃપા વરસાવશે. આ દિવસે કરેલા અમુક ખાસ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ગુરૂ પ્રદોષના દિવસે કરો આ ઉપાય 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ પ્રદોષ વ્રતના દિવસે શિવ મંદિર જઈને શિવલિંગ પર સુકૂ નારિયેળ અર્પિત કરો. માન્યતા છે કે આ દિવસે સુકૂ નારીયેળ અર્પિત કરવાથી સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ પ્રદોષના દિવસે જળમાં કાળા તલ અને ગોળ મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરો. આ દિવસે આ ઉપાય કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ-સૌભાગ્યાનું વરદાન આપે છે. 
  • પ્રદોષ વ્રતના દિવસે કાળા તળને છત પર પક્ષિઓના ભોજન માટે રાખવાથી જાતકોને દરેક કાર્યમાં સફળતા મળે છે. ગુરૂ પ્રદોષ વ્રતના દિવસે આ ઉપાયને કરવાથી ઘરમાં ધન-ધાન્યમાં વધારો થાય છે. 
  • આ દિવસે ચાંદીના કોઈ પાત્રમાં ગંગાજળ, દૂધ, ચોખા અને પતાશા નાખીને સૂર્યાસ્ત બાદ ચંદ્રમાને આર્ધ્ય આપવું જોઈએ. આ ઉપાયને કરવાથી જવનમાં સુખ શાંતિ આવે છે. 
  • આજના દિવસે દૂધ અને ચોખાની ખીર બનાવીને ગરીબ અને જરૂરીયાતમંદને દાન કરવી જોઈએ. આ ઉપાયને કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
  • આજના દિવસે આખા ઘરને ગંગા જળ છાંટીને પવિત્ર કરવું જોઈએ. માન્યતા છે કે પ્રદોષ વ્રતના દિવસે ઘરમાં ગંગાજળ છાંટવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. 
  • ગુરૂ પ્રદોષ વ્રત માટે શિવલિંગ પર 108 બિલિપત્ર અર્પિત કરવાથી પણ ખાસ લાભ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્ર અને પીળા રંગના ફૂલ અર્પિત કરવા જોઈએ. તેનાથી શિવ અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ