બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / gulbuddin hekmatyar taliban leader threatened india about stand against afghanistan

તાલિબાન / હવે તો તાલિબાનોએ હદ કરી દીધી, ભારતને આપી દીધી આવી ધમકી

Mayur

Last Updated: 03:20 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ગુલબુદ્દીન હીકમતયારે ભારતને ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાન અંગેની તેની નિષ્ફળ નીતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ.

અફઘાનિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ગુલબુદ્દીન હીકમતયારે ભારતને ચેતવણી આપી છે. એક સમયે 'કાબુલનો કસાઈ' તરીકે ઓળખાતા ગુલબુદ્દીને કહ્યું છે કે ભારતે આવા લોકોને આશરો ન આપવો જોઈએ જેમના સંબંધો અફઘાનિસ્તાનની જૂની સરકાર સાથે છે. એક ન્યૂહ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે તાલિબાન આવા કૃત્યોનો બદલો લેશે. જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનના કબજા બાદ, અગાઉની સરકારના ઘણા મંત્રીઓ ભારત આવ્યા છે.

ભારતે આવા આશ્રય આપવાનું ટાળવું જોઈએ
ગુલબુદ્દીન હીકમતિયારને ઈ-મેલ દ્વારા પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા. ભારતને ચેતવણી આપતી વખતે, તેણે પ્રશ્નના જવાબમાં લખ્યું, 'આવી સ્થિતિમાં તાલિબાનને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. ભારતે આવા આશ્રય આપવાનું ટાળવું જોઈએ. આવા લોકોને રાજકીય આશ્રય આપીને, ભારત તેમને અફઘાનિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા માટે એક મંચ આપી રહ્યું છે, જે સારું નથી. 

Latest News on gulbuddin hekmatyar - ANI News - Asia's Premier News Agency

કાશ્મીર મુદ્દે શું કહ્યું?
72 વર્ષીય હેકમતિયરે કાશ્મીર મુદ્દે પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન અને તેના નવા શાસકોને કાશ્મીર મુદ્દામાં દખલ કરવામાં કોઈ રસ નથી. તેમણે એવું પણ સૂચન કર્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ ભારત સામે પાકિસ્તાન સામે કરવો વધુ સરળ રહેશે. "હું એ વાત પર પણ ભાર આપવા માંગુ છું કે અફઘાનિસ્તાનની જમીનનો તેના પડોશીઓ સામે વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય." ભારતને આવી શંકા ન હોવી જોઈએ.
તે ભારતની ભૂલ હતી
તાલિબાન શાસન અંગે ભારતની ચિંતાઓ અંગે પૂછવામાં આવતા હીકમતિયારે કહ્યું કે, ભારતે સોવિયત યુનિયન અને અમેરિકા સાથે સંબંધો સ્થાપિત કરીને જે ઐતિહાસિક ભૂલ કરી છે તેને સુધારવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાન અંગેની તેની નિષ્ફળ નીતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ. 

Former Afghan PM praises Pak's role in peace process

ગુલબુદ્દીન હીકમતિયાર કોણ છે?
ગુલબુદ્દીન હીકમતિયાર હંમેશા વિવાદોમાં રહ્યો છે. તે જૂન 1993 અને 1996 માં બે વખત અફઘાનિસ્તાનના વડાપ્રધાન હતા. '80 ના દાયકામાં અફઘાનિસ્તાન પર સોવિયત કબ્જા બાદ હેકમતિયરે મુજાહિદ્દીનનું નેતૃત્વ કર્યું હતું. 90 ના દાયકા દરમિયાન, તેમણે કાબુલ પર કબજો મેળવવા માટે હિઝબ-એ-ઇસ્લામી લડવૈયાઓ સામે હિંસક લડાઈ લડી હતી. જ્યારે તાલિબાન સત્તા પર આવ્યું ત્યારે તેને કાબુલમાંથી ભાગી જવું પડ્યું. તે પાકિસ્તાન ભાગી ગયો હતો. 2017 માં, હીકમતિયાર 20 વર્ષ પછી કાબુલ પરત ફર્યા. તે દરમિયાન તે ભારે સુરક્ષા હેઠળ જલાલાબાદથી કાબુલ પહોંચ્યો હતો. 2003 માં અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ