બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Gujarat will be in Rajasthan Fear of losing the good leaders of BJP

સત્તાના સોગઠાં / રાજસ્થાનમાં થશે ગુજરાતવાળી! ભાજપના ભલભલા નેતાઓને પત્તું કપાવવાનો ભય, એકને તો રાજ્યપાલ બનાવી દેવાયા

Kishor

Last Updated: 11:52 AM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને પગલે સત્તાના સોગઠા ગોઠવાઈ રહ્યા છે. ત્યારે જો ગુજરાત વાળી થાય તો રાજસ્થાનના અનેક નેતાઓના પત્તા કપાઈ શકે તેવા ભણકારા વાગી રહ્યા છે.

  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો
  • રાજસ્થાનમાં ગુજરાત વાળી કરવાના મૂડમાં ભાજપ
  • મોટા ગજાના નેતાઓની ટીકીટ કપાવાના ભણકારા

રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ બનાવાયા છે જેને પગલે હવે વિધાનસભાને વિપક્ષના નવા નેતા મળશે. જે રેસમાં પૂર્વ સીએમ વસુંધરા રાજેનું નામ સૌથી આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડનું નામ પણ ચર્ચામાં હોવાનું જણાઈ રહ્યું છે. સાથે સાથે દલિત નેતા તરીકે જોગેશ્વર ગર્ગ અને મદન દિલાવર,કાલીચરણ સરાફ અને નરપત સિંહ રાજવીનું પણ નામ આવી રહ્યું છે. ગુલાબચંદ કટારિયાને  ફ્લોર મેનેજમેન્ટના નિપુણ માનવામાં આવી રહ્યા છે. કટારિયા રાજસ્થાનમાં અનેક વખત મંત્રી રહી ચૂક્યા છે. 

રાજસ્થાનના 70 ની વધુ નેતાઓની ટીકીટ પર જોખમ
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મોટા ગજાના નેતાઓની ટીકીટ આપી નવો પ્રયોગ કર્યો હતો. જેમાં ધારી સફળતા પણ મળી છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે આસામના રાજ્યપાલ તરીકે ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરીને ગુજરાત સમાન રાજકીય સંકેત આપી દીધો છે. જો ભાજપ રાજસ્થાનમાં ગુજરાતનો પ્રયોગ કરશે તો વસુંધરા રાજે સહિત 70 ની વધુ નેતાઓની ટીકીટ પર પણ જોખમ ઝળુંબી રહ્યું છે. જોકે, પાર્ટી હાઈકમાન્ડ વસુંધરા રાજેની અવગણના એટલી આસાનીથી કરી શકે તેમ નથી. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો મોવડી મંડળ ગુજરાતના પ્રયોગનો રાજસ્થાનમાં ઉપયોગ કરે તો તેનું બેકફાયર પણ થઇ શકે છે. કારણકે  રાજસ્થાન અને ગુજરાતના રાજકીય સમીકરણો અલગ જ છે, વસુંધરા રાજેનું રાજકીય કદ રૂપાણી કરતાં વધુ ગણી શકાય છે. 

 

ગુજરાતનાં મોટા શહેરોમાં 'બાહુબલી' છે ભાજપ તો કોંગ્રેસનો કિલ્લો ગણાય છે આ  બેઠકો- જુઓ આખું લિસ્ટ | 'Baahubali' in the big cities of Gujarat, BJP is  the fortress of Congress ...

રાજનીતિમાં નિવૃત્તિની ઉંમર 70 વર્ષ...

મહત્વનું છે કે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ રાજનીતિમાં નિવૃત્તિની ઉંમર 70 વર્ષ હોવાનું કહી રાજકીય આલમમાં નવી ચર્ચાને જોર પકડાવ્યું છે. આ નિવેદન સાથે તેમણે ચૂંટણીમાં નવું નેતૃત્વ ઊભું કરવાની વાત કરી હતી. તેણે કહ્યું કે મેં તેના પર કામ પણ શરૂ કરી દીધું છે. ભાજપ અધ્યક્ષે જયપુરમાં ટોક જર્નાલિઝમમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે 70થી વધુ નેતાઓએ નિવૃત્તિ લેવી જોઈએ. આ ઈશારો વસુંધરા રાજે તરફ હોવાનું માનવામાં આવતું હતું. જો કે સતીશ પુનિયાએ કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. પુનિયાની આ ફોર્મ્યુલા પર કેન્દ્રએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. કટારિયાને રાજ્યપાલ બનાવવાથી આવા સંકેતો મળ્યા છે. આથી પૂર્વ સીએમ વસુંધરા રાજે, પૂર્વ મંત્રી કાલીચરણ સર્રફ, વાસુદેવ દેવનાની, નરપત સિંહ રાજવીની ટિકિટ પર સંકટ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ