બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans player Spencer Johnson told that Ashish Nehra was already confident of victory

IPL 2024 / મેદાન બહાર બેઠલા એક વ્યક્તિને કારણે GTનો થયો વિજય, ખેલાડીઓને આપી હતી જીતની જડીબુટ્ટી

Megha

Last Updated: 03:03 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા હેઠળ ટીમ સારું પ્રદર્શન કરતી અને દરેક વખતે હાર્દિક પંડ્યાને ક્રેડિટ મળી રહી હતી. મુંબઈની હાર બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નેહરાના વખાણ કર્યા.

ક્રિકેટનો તહેવાર કહેવાતો આઈપીએલ હાલ ચાલી રહ્યો છે અને ચાહકોને દરેક મેચમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. એવામાં ગઇકાલે સૌથી વધુ ચર્ચિત ટીમ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમ જીતી ગઈ હતી. 

ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા હેઠળ ટીમ સતત બે સિઝનમાં સારો દેખાવ કરી રહી હતી અને દરેક વખતે હાર્દિક પંડ્યાને ક્રેડિટ મળી રહી હતી. પરંતુ ત્યારબાદ પંડ્યા મુંબઈ પરત ફર્યા હતા અને IPL 2024ની પ્રથમ મેચમાં તેની સામે આશિષ નેહરા હતા. મુંબઈની ટીમ તમામ પ્રયાસો છતાં જીતી શકી ન હતી. અને આ હાર બાદ તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર નેહરાના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.

એવામાં હવે ગુજરાત ટાઇટન્સ (GT)ના નવા બોલર સ્પેન્સર જોન્સને મુંબઈ ઈન્ડિયન્સ સામેની પ્રથમ મેચમાં જીત બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ફુલ હાઉસ સ્ટેડિયમમાં જીતવું શાનદાર હતું. સ્પેન્સર જોન્સનના જણાવ્યા અનુસાર, ટીમના કોચ આશિષ નેહરાએ તેને કહ્યું હતું કે આપણે મેચ જીતીશું.

જાણીતું છે કી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે પણ 31 રનની ઇનિંગ રમી હતી. નીચલા ક્રમમાં રાહુલ તેવટિયાએ 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ એક સમયે ઘણી સારી સ્થિતિમાં હતી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ મેચ જીતી જશે પરંતુ ટીમ 162 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચોઃ મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં ઘૂસી આવ્યો શ્વાન, પછી જોવા જેવી થઈ

મેચ બાદ વાતચીત દરમિયાન સ્પેન્સર જોન્સને આ મેચમાં પોતાની શાનદાર બોલિંગને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ઍમણે કિધુ ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં જીત્યા બાદ એક અલગ જ પ્રકારનો અહેસાસ થાય છે. આશિષ નેહરાએ મને કહ્યું હતું કે જો આપણે શાંત મનથી બોલિંગ કરીશું તો મેચ જીતીશું. હું હંમેશા ભારતમાં રમવા માંગતો હતો અને અહીં ભીડ અદ્ભુત હતી.

જણાવી દઈએ કે સ્પેન્સર જોન્સને 2 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ