બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Gujarat slaps 382 crore GST notice on LIC, third notice in one week

કાર્યવાહી / LICને ગુજરાતે ફટકારી 382 કરોડની GST નોટિસ, એક જ સપ્તાહમાં ત્રીજી નોટિસ, શેરમાર્કેટ પર દેખાશે અસર?

Priyakant

Last Updated: 08:45 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC GST Notice Latest News: LIC એ સ્પષ્ટતા કરી છે કે, આ ઓર્ડરોની તેની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં, ગુજરાતના ટેક્સ સત્તાવાળાઓ તરફથી રૂ. 382 કરોડની ડિમાન્ડ નોટિસ

  • દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો
  • LIC ને ગુજરાતના ટેક્સ સત્તાવાળાઓ તરફથી રૂ. 382 કરોડની ડિમાન્ડ નોટિસ મળી
  • નોટિસની કંપનીના નાણાંકીય કે અન્ય કામગીરી પર કોઈ અસર નહીં થાય: LIC 

LIC GST Notice : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC ને ગુજરાતના ટેક્સ સત્તાવાળાઓ તરફથી રૂ. 382 કરોડની ડિમાન્ડ નોટિસ મળી છે. શુક્રવારે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, FY18 અને FY19 માટે વ્યાજ અને દંડ સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સની વસૂલાત માટે વીમા કંપનીને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસની કંપનીના નાણાંકીય કે અન્ય કામગીરી પર કોઈ અસર થશે નહીં. 

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ કંપનીએ માહિતી આપી હતી કે, તેને મહારાષ્ટ્રમાંથી 806 કરોડ રૂપિયાની GST નોટિસ મળી છે. હવે સરકારી કંપનીને રૂ. 667 કરોડથી વધુનો GST ભરવાની નોટિસ મળી છે. LICએ કહ્યું કે, તેને આ નોટિસ તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી મળી છે. કંપની આ ત્રણેય રાજ્યોની નોટિસ સામે વહેલી તકે અપીલ કરશે.

3 જાન્યુઆરીના રોજ LICને તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાતના ટેક્સ સત્તાવાળાઓ તરફથી રૂ. 667.5 કરોડની સંયુક્ત ડિમાન્ડ નોટિસ મળી હતી. તમિલનાડુની જીએસટી ડિમાન્ડ રૂ. 663.45 કરોડ હતી, જ્યારે ઉત્તરાખંડની ટેક્સ ઓથોરિટીએ રૂ. 4.28 કરોડની અને ગુજરાતની ટેક્સ ઓથોરિટીએ રૂ. 39.39 લાખની ડિમાન્ડ મોકલી હતી. નોંધનિય છે કે, 1 જાન્યુઆરીએ LICને મહારાષ્ટ્ર ટેક્સ સત્તાવાળાઓ તરફથી રૂ. 806.3 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળી હતી. બેન્ચમાર્ક BSE સેન્સેક્સ પર 0.25%ના વધારાની સરખામણીમાં LICનો શેર 1.05% વધીને રૂ. 844.40 પર બંધ થયો હતો.

વાંચો વધુ: PM મોદીની એક તસવીરથી બેબાકળું બન્યું માલદીવ: મોટા નેતાએ ભારતીયો પર અભદ્ર ટિપ્પણી, બૉયકોટની માંગ શરૂ

મીડિયા અહેવાલો મુજબ તમિલનાડુમાં, LIC પર ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાનો, સામાન્ય ITC રિફંડ ન કરવાનો અને ડ્યૂટી ચૂકવવાના દસ્તાવેજો વિના ખોટી રીતે ITC મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં CGST નિયમો હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ ન કરવાનો આરોપ છે. ગુજરાતમાં, LIC પર ટેક્સની ઓછી ચુકવણી, રિટર્નમાં ભૂલો, રિવર્સ ચાર્જ મિકેનિઝમ અને GST વિક્રેતાઓ પર ખોટી ITCનો આરોપ છે. દરેક રાજ્યે વિવિધ ઉલ્લંઘનોના આધારે GST, વ્યાજ અને દંડની માંગણી કરી છે. એલઆઈસીએ સ્પષ્ટતા કરી છે કે, આ ઓર્ડરોની તેની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં. બુધવારે BSE પર LICનો શેર રૂ. 838.65 પર બંધ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ