બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat ropeway will be closed pavagadh from 18 to 23 March

પંચમહાલ / પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે, નોટ કરી લેજો આ તારીખ, જાણો શરૂ ક્યારથી કરાશે

Ajit Jadeja

Last Updated: 09:57 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. 6 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે.

Panchmahal News: યાત્રાધામ પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ રહેશે. જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડૂંગર પર પદયાત્રા કરી જવું પડશે.  મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક  મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે. જેને લઇ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન  દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 

મેન્ટેનન્સના કારણે છ દિવસ રોપ વે સેવા બંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે 6 દિવસ બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. 18મીથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ખુણેખુણેથી માતાજીના શીશ નમાવવા માટે મોટીસંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે વયોવૃદ્ધ ભક્તો  દર્શન કરવા માટે ડુંગર  ચડવું મુશ્કેલ બને છે ત્યારે આ રોપ વેની સેવા દ્વારા માતાજીના દર્શન  કરવા પહોચે છે.  પરંતુ છ દિવસ સેવા બંધ રહેતા યાત્રીકોને  પગપાળા દર્શન કરવા માટે જવું પડશે. 

વધુ વાચોઃ સુરત / પરીક્ષામાં કાપલી કરશો કે નોટ મુકશો તો થશે કડક કાર્યવાહી,ગુજરાતની આ યુનિવર્સિટીનું ફરમાન જાહેર
 

માતાજીના દર્શને દૂરદૂરથી આવે છે યાત્રિકો

નોધનીય છે કે પહેલા પાવાગઢમાં રોપ વેની સુવિધા ન હતી. જેને કારણે દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ દર્શનાર્થીઓ દ્વારા સરકારમાં  આ મામલે રજુઆતો કરવામાં આવી હતી જેને પગલે માતાજીના દર્શન  કરવા માટે દૂરદૂરથી આવતા યાત્રિકો માટે રોપ વે સેવા શરૂ કરવામાં આવી છે. આ રોપ વે નું ખાસ મેન્ટેનન્સ દર વર્ષે કરવામાં આવે છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઇ હાલાકી ન પડે તે માટે થોડા સમય અગાઉ  પાવાગઢ ખાતે દબાણો પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. માચી ખાતે હોટલ સહિત નાના મોટી દુકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ