બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat police officer tiktok video virul

અમદાવાદ / આ વરદીધારી પણ ટિકટોકના દીવાના! પોલીસ કર્મીઓના થયા વીડિયો વાયરલ

vtvAdmin

Last Updated: 02:22 PM, 26 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘‌ટિકટોક’એ દેશભરના લોકોને ઘેલું લગાડ્યું છે, તેમાં અમદાવાદ  સહિત રાજ્યભરના પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. તાજેતરમાં જ મહેસાણાની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ‘ટિકટોક’ વીડિયો અપલોડ કરવા બાબતે સસ્પેન્ડ કરાતાં મામલો ગરમાયો હતો.

અમદાવાદ સહિત રાજ્યભરના અનેક પોલીસ કર્મચારીઓ નિય‌િમત ‘ટિકટોક’ પર ફની વીડિયો બનાવે છે અને ‘ટિકટોક’ પર પોલીસ કર્મચારીઓના અનેક ફોલોઅર્સ પણ છે. તાજેતરમાં જ મહેસાણાની કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદર ‘ટિકટોક’ વીડિયો બનાવ્યો હતો, જે ખૂબ જ વાઈરલ થયો હતો, જેના પગલે મહેસાણા જિલ્લા પોલીસવડા નીલેશ જાજા‌િડયાએ શિસ્તભંગનાં પગલાંના ભાગરૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી છે.

ત્યાર બાદ ઘણા પોલીસ કર્મચારીઓના એક પછી એક ‘ટિકટોક’ વીડિયો વાઇરલ થયા છે, પરંતુ અમદાવાદ શહેરના કે અન્ય શહેરના ઘણા પોલીસ કર્મચારીઓના ‘ટિકટોક’ પર ફની વીડિયો જોવા મળે છે, જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ વરદીમાં હિન્દી ફિલ્મનાં ગીતો તથા ડાયલોગ બોલતા, પોલીસની કાર સાથે ‘સિંઘમ’ સ્ટાઇલ કરતા અને હથિયાર સાથે ફની વીડિયો બનાવીને અપલોડ કરેલા જોવા મળે છે. 

‘ટિકટોક’ પર પોલીસ કર્મચારીઓનાં ઓફિશિયલ એકાઉન્ટ પણ છે, @anilravalનામનું એકાઉન્ટ ધરાવતા કર્મચારી પોલીસની વરદીમાં ‘સિંઘમ’ના ગીતની સ્ટાઈલમાં વીડિયો બનાવ્યો છે તો @vivkyy_patel02એ પોલીસ કાર સાથે સિંઘમના ગીત પર ‘ટિકટોક’  વિડીયો બનાવ્યો છે.

અન્ય એક પોલીસ કર્મચારી @vijaychuhan92નો પોલીસની નેમ પ્લેટ સાથેનાે વીડિયો જોવા મળે છે તો @bhavesh7503 એકાઉન્ટ ધરાવતા પોલીસ કર્મચારીએ કારમાં બેસી ફિલ્મી ડાયલોગ સાથે મૂછને તાવ આપતો વીડિયો બનાવ્યો છે. @msjadeja0412એ ‘ટિકટોક’ પર પોલીસ સ્ટેશનમાં હિન્દી ફિલ્મના ડાયલોગ સાથે હથિયાર બતાવતો વીડિયો અપલોડ કર્યો છે તો બીજા એક વીડિયોમાં વરદીમાં જમતો ફની વીડિયો બનાવ્યો છે.

નરોડાના પોલીસ કર્મચારી @mr.jadega943એ બેકગ્રાઉન્ડમાં સિંઘમનુ ગીત વાગે છે તેવો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં મયૂરસિંહ જાડેજા ગુજરાત પોલીસ, નરોડા સ્પષ્ટ વંચાય છે. @rabarimahesh36 એકાઉન્ટ ધરાવતા કર્મચારીએ અન્ય પોલીસ કર્મચારીઓ સાથેનાે હિન્દી ગીત પર વીડિયો શેર કર્યો છે. @gst.thakorએ પોલીસની નેમ પ્લેટના સાથેના વી‌િડયો જોવા મળે છે, તેના એકાઉન્ટમાં અન્ય ઘણા વીડિયો તલવાર સાથેના જોવા મળે છે. @pratish.voraનો ‘સિંઘમ’ના એક ડાયલોગ પર વીડિયો જોવા મળે છે.

@vihan_shepherd_bhat ગુજરાતી ગીત પર ‘ટિકટોક’ પર ફની વીડિયો બનાવ્યો છે.@patelishakbhai નામના પોલીસ કર્મચારીના એકાઉન્ટમાં પોલીસની વરદીમાં હિન્દી ગીત પર પોલીસના ડંડાને ગોળ ગોળ ફેરવતો જોવા મળે છે. @rj_copના પોલીસ કર્મચારીએ પોલીસની વરદી સાથે પોલીસની બાઈક પર લઈને જતા હિન્દી ગીત પર વીડિયો પોસ્ટ કર્યો છે.

અમદાવાદના શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સંગીતા પરમારનો ‘ટિકટોક’ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. સંગીતાએ તેના ‘ટિકટોક’ એકાઉન્ટમાં ઘણા વીડિયો અપલોડ કર્યા છે, જેમાં તે પોલીસના યુનિફોર્મમાં જોવા મળી રહી છે તો બીજા વીડિયોમાં તે પોલીસ સ્ટેશનની અંદર જોવા મળી રહી છે.

મહિલા ક્રાઇમ બ્રાન્ચનાં એસીપી એક્શનમાં આવી ગયાં હતાં અને સંગીત તમામ વીડિયો કબજે લઈને તપાસ શરૂ કરી છે તો ત્યારબાદ અન્ય એક પોલીસ કર્મચારીનો વી‌ડિયો ફરતો થયો હતો, જેમાં તે ફિલ્મી ડાયલોગ બોલી પોલીસની કેપ માથા પરથી નીચે ઉતારતા નજરે પડે છે તો બીજી બાજુ વડોદરાના  ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ અરુણ મિશ્રાનો ફિલ્મી ગીતો ગાતો ‘ટિકટોક’ વીડિયો વાઇરલ થતાં શહેર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં પીએસઆઈ પોલીસની વરદીમાં જ હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતા નજરે પડી રહ્યા છે. આ મામલે  પોલીસ કમિશનરે ડીસીપીને તપાસ સોંપી છે.

એક તરફ પોલીસ એવું કહી રહી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરતાે હોવાથી થોડો ટ્રેસ દૂર થાય તે માટે પોલીસ કર્મચારીઓ વીડિયો બનાવી રહ્યા છે. આમ કહીને પોલીસ જ પોલીસ કર્મચારીઓને બચાવી રહી છે, જોકે ‘ટિકટોક’નો ઉપયોગ પોલીસ કરવો જોઈએ, પરંતુ લોકોની સુરક્ષા કે ટ્રાફિક અવેરનેસ જેવા વીડિયો બનાવીને અપલોડ કરવા જોઈએ. હાલ તો પોલીસની વરદીમાં વીડિયો બનાવેલા કર્મચારીઓ સામે તપાસના આદેશ અપાયા છે, પરંતુ જે ટિકટોક પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ તે હવે જોવાનું રહે છે. હાલ ટિકટોક ઉપર અનેક પોલીસ કર્મચારીઓના વીડિયો વાઇરલ થતા કેટલાક પોલીસ કર્મચારીઓએ વીડિયો ડિલિટ કરી દીધા છે તો કેટલાકે પોતાના એકાઉન્ટ બંધ કરી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે ‘ટિકટોક’ એપને દુનિયાભરમાં લગભગ ૧૦૦ કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઇ બેન્ચે ૩ એપ્રિલે એક આદેશ જાહેર કરી સરકારને દેશમાં ‘ટિકટોક’ના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ બાદ મામલો ગરમાયો હતો અને કંપનીએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. ત્યારબાદ ર૪ એપ્રિલે ભારત સહિત દુનિયાના અનેક દેશમાં ખૂબ જ લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ‘ટિકટોક’ પર લગાવેલો પ્રતિબંધ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા હટાવી લેવાયો હતો.

 પ્રીતેશ પ્રજાપતિ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ