બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat leads in vaccine waste: 25% of vaccine doses were wasted in these cities

રસીનો બગાડ / વેક્સિનના બગાડમાં ગુજરાત અવ્વલ : આ શહેરોમાં 25% વેક્સિનના ડોઝ તો વેડફાઇ ગયા

Kiran

Last Updated: 09:07 AM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજીવની સમાન વેક્સિનના બગાડને લઈને નેશનલ હેલ્થ મિશને રસીનો બગાડ અટકાવવા કેન્દ્ર સરકરાને પત્ર લખવાની પણ ફરજ પડી છે, ગુજરાતમાં 3.56 લાખથી પણ વધુ ડોઝનો બગાડ થયો

  • સંજીવની સમાન વેક્સિનનો બગાડ કેટલો યોગ્ય ?
  • વેક્સનના બગાડમાં ગુજરાત રાજ્ય અવ્વલ નંબરે
  • રસીના બગાડને લઈ નેશનલ હેન્થ મિશનનો કેન્દ્રને પત્ર

પ્રજા વેક્સિન લેવા લાઇનમાં ઊભી છે, કેન્દ્ર તરફથી ફાળવાતી વેક્સિન તંત્ર સાચવી ન શકતા મોટા ભાગનો જથ્થો વેડફાઇ ગયો. કોરોનાની મહામારીમાં વચ્ચે સ્થાનિક પ્રશાસન અને સરકાર સદંતર નિષ્ફળ ગયા છે એ સૌ કોઇ જાણે જ છે. પણ નરી આંખે પણ જોઇ શકાય એવી એક હકિકત એ પણ છે કે, વ્યવસ્થામાં એકપણ મોરચે સરકાર અને તેનુ તંત્રએ યોગ્ય પુરવાર થયું નથી, સદંતર નિષ્ફળ જ રહ્યું છે આવું જ કંઈક વેક્સિનેશમન વ્યવસ્થામાં પણ જોવા મળે છે, જીવલેણ વાયરસ સામે સંજીવની પુરવાર થતી વેક્સિનનો એક મોટો જથ્થો જનતા સુધી પહોંચે ત્યાં સુધીમાં અધવચ્ચે જ બગડી ગયો છે.

વેક્સિનનો બગાડ કરવામાં ગુજરાત અવ્વલ સ્થાને

એક અહેવાલ સામે આવ્યું છે જેમાં જણાવાયું છે કે કોરોના વેક્સિનનો બગાડ કરવામાં ગુજરાત અવ્વલ સ્થાને છે, એટલું જ નહી વેક્સિનના બગાડને લઈને નેશનલ હેલ્થ મિશને રસીનો બગાડ અટકાવવા કેન્દ્ર સરકરાને પત્ર લખવાની પણ ફરજ પડી છે, અત્યાર સુધીમાં 3.56 લાખથી વધુ ડોઝ એળે ગયા છે મતલબ એનો ઉપયોગ ન કરાતા તે બગડી ગયા છે, સુરેન્દ્રનગર,રાજકોટ, સુરત સહિતને રાજ્યમાં મોટા શહેરમાં પણ રસીનો બગાડ થઈ રહ્યો છે,એકલા સુરેન્દ્રનગરમાં જ 61 હજાર ડોઝ ફાળવેલા જેમાંથી 1547 ડોઝ બગડ્યા છે, જ્યારે સુરતમાં 81 હજાર ડોઝમાંથી 20,467 ડોઝ બગડ્યા છે. અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 3.56 લાખથી પણ વધુ ડોઝનો બગાડ થયો છે. 

અન્ય રાજ્યોમાં પણ રસીનો થઈ રહ્યો છે બગાડ 

મહત્વનું છે એ છે કે રસીના બગાડમાં ગુજરાત જ નહીં બલ્કે અન્ય રાજ્યોમાં પણ રસીનો એટલો જ બગાડ થઈ રહ્યો છે, કોરોના મહામારીમાં સંજીવની સમાન વેક્સિનનો આટલો બગાડ કેટલો યોગ્ય એવા સવાલો પણ ઉઠી રહ્યા છે, જો વાત કરવામાં આવે તો દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના રસીના 45 લાખ ડોઝનો બગાડ થઈ હોવાનું બહાર આવ્યું છે, અહેવાલ પ્રમાણે રસીના બગાડમાં પાંચ રાજ્યો સૌથી આગળ છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, રાજ્યોમાં ઉપયોગમાં આવેલી 10.34 કરોડ રસીના ડોઝમાંથી 44.78 લાખ ડોઝ ખરાબ થઈ ગયા છે. જાણકારો મુજબ તમિલનાડુમાં પણ રસીનો બગાડમાં સૌથી વધુ છે. ત્યાં 11 એપ્રિલ સુધી 12.10 ટકા ડોઝ ખરાબ થઇ ચુક્યા છે. 9.74% સાથે હરિયાણા, 8.12 ટકા પંજાબ, મણિપુરમા 7.80 ટકા અને તેલંગાણામાં 7.55 ટકા રસીનો બગાડ થઈ ચુક્યો છે.

રાજ્યોની રસીની વ્યવસ્થા સામે ઉભા થયા સવાલ

એક તરફ 135 કરોડની વસ્તીવાળા દેશમાં વેક્સન માટે કેન્દ્રો પણ લાંબી લાઈનો લાગે છે ત્યારે વેક્સિનના બગાડને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, જો રસીનો ડોઝ આમ જ વેડફાઈ જશે તો લોકોને કેવી રીતે મળશે રસી ? શુ રસીનો બગાડ ન થાય તે માટે કોઈ વ્યવસ્થા જ નથી ? કોરોના મહામારીમાં રસીની અછત સર્જાશે તો શું થશે ? કોરોના મહામારીમાં સંજીવની સમાન રસીનો બગાડ શરમજનક બાબત છે. 

આ રાજ્યમાં નહીવત પ્રમાણમાં રસીનો બગાડ 
દેશના કેટલાક રાજ્યોમાં એવા કેન્દ્ર શાસિત પ્રદેશ એવા પણ છે, જ્યાં રસીનો બગાડ થયો નથી જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ અને દીવ, અંડમાન-નિકોબાર આઈલેન્ડ અને લક્ષદ્વીપ પર રસીનો ખૂબ નહીવત પ્રમાણમાં રસીનો બગાડ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ