બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Politics / Gujarat High Court: Modi surname case Rahul Gandhi in court said I didn't murder anyone

ગુજરાત / 'કોઈ ખૂન નથી કર્યું, ચૂંટણી લડવા પર 8 વર્ષની રોક વધારે', ગુજરાત હાઈકોર્ટમાં બોલ્યાં રાહુલ, હવે બીજી મેએ ફેંસલો

Vaidehi

Last Updated: 07:31 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરનેમને લઈને માનહાનિનાં કેસમાં આજે રાહુલ ગાંધીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. દલીલ કરતાં કોર્ટમાં કહ્યું કે કોઈ હત્યા નથી કરી, હું આ સજાને પાત્ર નથી...

  • મોદી સરનેમ કેસને લઈને આજે HCમાં થઈ સુનાવણી
  • રાહુલનાં વકીલ સિંઘવે કોર્ટમાં કરી દલીલ 
  • રાહુલે કહ્યું કે મેં કોઈ હત્યા નથી કરી, હું આ સજાને પાત્ર નથી

સૂરતની સેશંસ કોર્ટથી રાહત ન મળતાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ મામલાને લઈને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રાહુલ ગાંધીની તરફથી આ મામલાની અર્જન્ટ સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી જેના બાદ HCમાં કેસની સુનાવણી આજે કરવામાં આવી. કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીને રેકોર્ડ પર દસ્તાવેજો પ્રગટ કરવાની અરજીને સ્વીકારી છે અને હવે આ મામલાની સુનાવણી 2 મેનાં રોજ થવાની છે.

સરકારી વકીલે કહ્યું કે સજા પર રોક ન લગાવી શકાય
શનિવારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ મિતેશ અમીને કહ્યું કે આ સ્તર પર કોર્ટે માત્ર મામલાની ગંભીરતાને જોવાનું છે. તેમણે કહ્યું કે આ ગુનો નોન-કોગ્નિઝેબલ અને જામીનપાત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે આ એવો મામલો નથી કે જ્યાં સજા પર રોક લગાવી શકાય.

આ કોર્ટ અને આરોપી વચ્ચેનો મામલો- સિંઘવી
તો રાહુલ ગાંધીનાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સજા પર રોક લગાવવામાં આવે કે નહીં તે કોર્ટ અને આરોપી વચ્ચેનો મામલો છે. ફરિયાદીને તેનાથી કોઈ લેવા-દેવા નથી અને જો તેમની આ વાત સાંભળવામાં આવે પણ છે તો તેને વધુ વેટેજ ન આપવું જોઈએ.

'સમગ્ર રાજનૈતિક કરિયર દાવ પર લાગી જશે'
સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે જો મારી અયોગ્યતા પર રોક લગાવવામાં ન આવી તો રાજનીતિનાં અધ્ધવચ્ચેના સમયગાળામાં મને ચૂંટણી લડવાથી રોકી દેવામાં આવશે. રાજનીતિમાં એક સપ્તાહનો સમયગાળો પણ ઘણો લાંબો હોય છે અહીં તો 8 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લાગેલી રહેશે. સમગ્ર રાજનૈતિક કરિયર દાવ પર લાગી જશે. આ કોઈ ગંભીર અપરાધ નથી, મેં કોઈ ગુનો નથી કર્યો. હું આ સજાને પાત્ર નથી. કૃપા કરીને આ અંગે ધ્યાન આપવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ