બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Gujarat has received significant rainfall in the last 24 hours

મહામંથન / ગુજરાતમાં હજુ નથી ટળ્યું વરસાદી સંકટ, બંગાળની ખાડીમાં બનનારી બીજી સિસ્ટમ જુઓ કેવી કરશે અસર?

Dinesh

Last Updated: 09:18 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે અને ઓડિશામાં લેન્ડફોલ થયા બાદ મહારાષ્ટ્રના રસ્તે દક્ષિણ ગુજરાતમાં આવે એવી શક્યતા છે.

  • બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ થઈ રહી છે તૈયાર
  • બીજી વરસાદી સિસ્ટમથી ગુજરાતને શું અસર થશે?
  • ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે વધુ વરસાદ?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે. 24 કલાકની અંદર સુત્રાપાડા તો જાણે કે છલોછલની સ્થિતિમાં આવી ગયું અને લગભગ એવી જ સ્થિતિ વેરાવળ, માંગરોળ, કુતિયાણાની રહી. જૂન મહિનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સારી માત્રામાં કહી શકાય એવો પણ વરસાદ થઈ ચુક્યો છે. અમદાવાદમાં પણ આંકડાઓને સાચા માનીએ તો જૂનથી અત્યાર સુધીમાં 43 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગ અને અન્ય નિષ્ણાંતોની વાત માનીએ તો હજુ પણ 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે અને ઓડિશામાં લેન્ડફોલ થયા બાદ મહારાષ્ટ્રના રસ્તે દક્ષિણ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. હવે પ્રશ્ન એ છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે, શું રાજ્યમાં હવે એટલો વરસાદ થઈ ચુક્યો છે કે રાજ્ય જળસંકટની સ્થિતિમાંથી બહાર નિકળી ગયું છે. ગુજરાતના કયા વિસ્તારમાં હજુ વધુ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યા જિલ્લામાં વધુ વરસાદ?
ગીર-સોમનાથ
જૂનાગઢ
પોરબંદર
ભાવનગર
આણંદ
સુરત
વલસાડ
ખેડા
અમદાવાદ

હવે પછી વરસાદની સ્થિતિ કેવી રહેશે?
સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના ભાગમાં વરસાદની શક્યતા છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ વિરમગામ, અમદાવાદ, ધોળકા, ધંધુકામાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, સાવલી, કરજણ, ખેડા, નડિયાદમાં ભારે વરસાદ થઈ શકે છે. આપને જણાવી કે, 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બને છે તેમજ બીજી સિસ્ટમનો લેન્ડફોલ ઓડિશામાં થઈ શકે છે. ઓડિશા બાદ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ સિસ્ટમ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ વરસી શકે છે.

આજે ક્યાં કેટલો વરસાદ?

માંગરોળ 12 ઈંચ   ધોરાજી 4 ઈંચ
માળીયાહાટીના 8 ઈંચ   વાપી 4 ઈંચ
કુતિયાણા 7 ઈંચ   વંથલી 4 ઈંચ
જામજોધપુર 7 ઈંચ   જેતપુર 3.5 ઈંચ
જૂનાગઢ 5.5 ઈંચ   ભાવનગર 3.5 ઈંચ
વલ્લભીપુર 5.5 ઈંચ   ઉમરેઠ 3.5 ઈંચ
ભરૂચ 4.5 ઈંચ   પ્રાંતિજ 3.5 ઈંચ
કેશોદ 4.5 ઈંચ   સંખેડા 3.5 ઈંચ
ચોર્યાસી 4.5 ઈંચ   કપરાડા 3.5 ઈંચ
વેરાવળ 4.5 ઈંચ   ઉપલેટા 3 ઈંચ
સોજીત્રા 4 ઈંચ   સુત્રાપાડા 3 ઈંચ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ