બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Gujarat government decision to cut school grants 100 percent down result

કડક નિર્ણય / ઓછું પરિણામ લાવનાર શાળાની ગ્રાન્ટમાં 100 ટકા કાપ મૂકવાનો સરકારનો નિર્ણય

Hiren

Last Updated: 11:16 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. બોર્ડની પરીક્ષામાં સ્કૂલોના પરિણાનો ગ્રાફ સતત નીચો જઈ રહ્યો છે. ત્યારે શિક્ષણ વિભાગે કડક નિર્ણય લેવો પડ્યો છે. શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે કે ધોરણ 10 અને 12માં 30 ટકાથી ઓછું રિઝલ્ટ લાવનાર શાળાની ગ્રાન્ટમાં 100 ટકા કાપ મૂકાવામાં આવે. જોકે, સરકારના આ નિર્ણય સાથે શાળા સંચાલકો વિરોધનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.

છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ગુણવત્તા ભર્યા શિક્ષણને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે. શાળાઓમાં શિક્ષણ માટે જરૂરી માળખાકીય સગવડોમાં વધારો જરૂર થયો છે પરંતુ તે પ્રમાણે શાળાના શૈક્ષણિક પરિણામો જોવા મળતા નથી. માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યક શાળાઓમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા પરિણામ આઘાતજનક આવી રહ્યા છે. અન્ય વિષયની વાત તો દૂર રહી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જ નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જેણે વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા જન્માવી છે. 

ઓછા પરિણામવાળી શાળાઓની ગ્રાન્ટમાં 100 ટકા કાપ

રાજ્યમાં હાલની સ્થિતિએ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 4318 છે. જ્યારે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા 3800 છે. પરંતુ વિદ્યાર્થીઓના પરિણામરૂપ અને  ગુણવત્તાસભર શિક્ષણની વાત કરીએ તો પરિણામ સંતોષકારક મળતું નથી. જેની સામે ગુજરાત શિક્ષણ બોર્ડ હવે સજાગ થયું છે. રાજ્ય શિક્ષણ બોર્ડે આવતા વર્ષથી 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટમાં 100 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

શાળા સંચાલકોએ કહ્યું નબળું પરિણામ આવવા પાછળ સરકાર જવાબદાર

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટ કાપવાના સરકારના નિર્ણય સામે રાજ્ય શાળા સંચાલક મંડળે નારાજગી દર્શાવી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓનું રિઝલ્ટ નબળું આવવા પાછળ સરકારની નીતિ જ જવાબદાર છે. અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી કરાવવામાં આવે છે.

જો કે તેમણે નબળા પરિણામ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો પર પણ દોષનો ટોપલો ઢોળી દીધો છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, આચાર્ય અને શિક્ષકોની ભૂલનું પરિણામ શાળા સંચાલકો શા માટે ભોગવે. શાળા સંચાલકોએ ગ્રાન્ટ કાપવાના સરકારના આ નિર્ણય સામે નારાજગી દર્શાવી છે.

સરકારના આ નિર્ણય સામે શાળા સંચાલક મંડળ કેવી પ્રતિક્રિયા આપે છે તે તો આગામી સમય કહેશે પરંતુ સરકાર અને શાળા સંચાલકોના ગજગ્રાહ વચ્ચે ગુણવત્તાભર્યા અને પરિણામલક્ષી શિક્ષણની વાત હિજરાવી ન જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ