બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / gujarat FSL developed brain electrical oscillation signature profiling said Harsh Sanghvi

વિધાનસભા / ગુજરાતની FSLનો થર્ડ ડિગ્રી રહિતનો ટેસ્ટ! આરોપીના મગજમાંથી કઢાય છે ગુનાની ક્રોનોલોજી, અન્ય રાજ્યોમાંથી પણ આવે છે કેસ

Vaidehi

Last Updated: 07:52 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુનેગારો સુધી પહોંચવા બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ ટેસ્ટ સક્રિય છે. ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં માહિતી આપી.

  • ગુનેગારો સુધી પહોંચવા ગુજરાતમાં વપરાય છે ઉત્તમ ટેકનોલોજી
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં BEOSP અંગે માહિતી આપી
  • કહ્યું આ પદ્ધતિ ગુનેગારોનાં મગજનું પૃથ્થકરણ કરે છે

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વૈજ્ઞાનિક ઢબે ગુનાઓ ઉકેલવા તથા ગુનેગારો વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી મજબૂત ચાર્જશીટ સાથે ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. 

ગુજરાત સહિત આ રાજ્યોમાં પણ સક્રિય
તેમણે કહ્યું કે, જ્યાં માત્ર ગુજરાતના જ નહીં, હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાંથી પરીક્ષણ માટે કેસો આવે છે. એટલું જ નહિ, CBI, ED, IT સહિત અનેક સેન્ટ્રલ એજન્સીઓને પણ એફએસએલ મદદરૂપ થઈ રહી છે.

શું છે આ બ્રેઈન ઈલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ?
બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ ટેસ્ટ નોન ઇન્જેકટેબલ અને થર્ડ ડિગ્રી રહિત ટેસ્ટ છે. જેના થકી આરોપીઓના મગજમાં સંગ્રહિત થયેલી ઘટના કે સ્મૃતિઓ રિકોલ કરી ગુનાની ક્રોનોલોજી તથા ગુનેગારો સુધી પહોંચવામાં આવે છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ સુધી છેલ્લા એક વર્ષમાં ૧૪ કેસના ૩૮ નામુનાઓનું આ ટેસ્ટ આધારિત પૃથક્કરણ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: સમય આવી ગયો! ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ કરી જાહેર, નવી પદ્ધતિ મુજબ લેવાશે ટેસ્ટ

બેંગલોરમાં શોધવામાં આવી છે આ પદ્ધતિ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સિસ, બેંગલોરનાં ન્યૂરોસાયન્ટિસ્ટ C. R. Mukundan દ્વારા Brain Electrical Oscillation Signature Profilingની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. અમેરિકન યૂનિવર્સિટીની વિવિધ રિસર્ચને સ્ટડી કર્યાં બાદ તેમણે આ પદ્ધતિ તૈયાર કરી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ