બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Gujarat craftsmen will carve the stones of Ramjam Bhumi Temple, 250 craftsmen will be selected

અયોધ્યા / ગુજરાતના કારીગરો રામ મંદિરના પથ્થરોનું નકશીકામ કરશે, 250 કારીગરોની પસંદગી થશે

Intern

Last Updated: 07:37 PM, 4 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલી રહ્યું છે અને મંદિરના નિર્માણની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને પથ્થરોના નકશીકામ માટે કારીગરોને ગુજરાતના જાણીતા સોમ્પુરમાથી લાવવમાં આવશે અને કારીગરોની પસંદગી થશે.

  • રામ મંદિરનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ
  • ૩૦ વર્ષ પહેલાં મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી હતી
  • ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાનો પરિવાર વર્ષોથી મંદિરની ડિઝાઈન કરે છે

સુપ્રીમ કોર્ટના ચુકાદાએ અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટેનો માર્ગ ખુલ્લો કર્યા પછી હવે ત્યાં વહેલામાં વહેલી તકે રામ મંદિરનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. મંદિરના પથ્થરોના નકશીકામ માટે ગુજરાતના જાણીતા સોમપુરા કારીગરો ફેબ્રુઆરી માસના અંત પહેલા અયોધ્યા પહોંચી જશે. અંદાજે ૨૫૦થી વધુ ગુજરાતી કારીગરો અયોધ્યા રામ મંદિર માટે પથ્થરની કોતરણીના કામ માટે અયોધ્યા જશે. ૨૦થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન અયોધ્યા કાર્યશાળાના પ્રભારી અનુભાઈ અમદાવાદ આવશે અને કારીગરોના ઇન્ટર્વ્યુ કરીને તેમની પસંદગી કરશે. 

30 વર્ષ પહેલા મંદિરની ડીઝાઈન બની હતી 

વિશ્વ હિંદુ પરિષદનાં તત્કાલીન વડા અશોક સિંઘલ અને ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા દ્વારા ૯૦ના દાયકામાં એટલે કે આશરે ૩૦ વર્ષ પહેલાં મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી હતી. કારીગરોએ રોજ ૧૦- ૧૦ કલાક કામ કરવું પડશે. મંદિર બનાવવાનું ૫૦ ટકા કામ પૂરું કરાયું છે. હાલ મંદિરનાં ગુંબજની ડિઝાઈન બનાવવામાં આવી રહી છે. ૧૯૮૪માં મંદિરની શિલા પૂજન વિધિ કરવામાં આવી હતી. ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાનો પરિવાર વર્ષોથી મંદિરની ડિઝાઈન કરે છે. તેમના પરિવારે સોમનાથ મંદિરની ડિઝાઈન બનાવી હતી. હાલ મંદિરનાં ૨૧૨ માંથી ૧૦૬ પિલર્સ તૈયાર થઇ ગયા છે.  ૫૦ ટકા કામ થઈ ગયું છે તેવું  મંદિર વર્કશોપનાં સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું. મંદિરનાં પાયાના પથ્થરોનું કામ બાકી છે. મંદિરનાં ગર્ભગૃહની દીવાલ અને શિખરનું કામ પણ બાકી છે. મંદિર બનાવવા માટે આશરે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ