બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Congress Hardik Patel displeased Assembly elections 2022 BJP

રાજનીતિ / સંમેલનમાં કોંગ્રેસ ખેસ વગર જોવા મળ્યા હાર્દિક પટેલ, વ્હોટ્સએપ DPમાં ભગવો અવતાર : હાર્દિકની નારાજગીના 10 મોટા સંકેતો

Hiren

Last Updated: 03:51 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા હાર્દિક પટેલની નારાજગી સામે આવી છે. જેમાં તેને સ્ટેટની કોંગ્રેસ લીડરશીપને લઈ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસ સાથે હાર્દિક છેડો ફાડી શકે છે તેની પાછળના આ 10 સંકેતો...

  • હાર્દિક પટેલે સ્ટેટ લીડરશિપથી વ્યક્ત કરી નારાજગી
  • હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે કે કેમ ?
  • શું આ સંકેતો હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાના છે ?

સમય સાથે સૂર બદલાતા વાર નથી લાગતી. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે તેવી ચર્ચા તો ચાલી જ રહી છે. ત્યાં હવે હાર્દિક પટેલ ચૂંટણી પહેલા ભાજપમાં આવે છે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. કારણ કે, જે હાર્દિકના 25 ઓગસ્ટ, 2015માં ભાજપ વિરુદ્ધ જે સૂર હતા. તે આજે નરમ તો પડ્યા પરંતુ હાર્દિક ભાજપના ગુણગાન ગાય રહ્યો છે. જ્યારે સી.આર.પાટીલ પણ હાર્દિકના વખાણ કરી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે બીજી પણ 10 બાબતો સામે આવી જેણે સૌને ચોંકાવ્યા છે.

1. વ્હોટ્સએપ DPમાં હાર્દિકનો ભગવા અવતાર
હાર્દિક પટેલ શું કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાશે ? વ્હોટ્સએપ પર લગાવેલો નવા ફોટોથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વ્હોટ્સએપની નવી ડીપી(ડિસ્પલે પિક્ચર)માં હાર્દિક પટેલ ભગવો ગમછો પહેરોલો દેખાઇ રહ્યો છે. અગાઉ હાર્દિકના વ્હોટ્સએપ DPમાં કોંગ્રેસનો પંજો હતો. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિકે DP બદલાવતા કોંગ્રેસ છોડવાની અફવા તેજ થઇ છે.

2. હાર્દિકે ખુદને ગણાવ્યા હતા રામભક્ત
હાર્દિક પટેલે ગત અઠવાડિયે જ ખુદને રામભક્ત ગણાવ્યા હતા. હાર્દિકે ખુદને રામભક્ત કહેતા કહ્યું કે હિન્દુ હોવા પર તેમને ગર્વ છે. હાર્દિક પટેલે પોતાના પિતાના મૃત્યુ સંસ્કાર પર 4 હજાર ભાગવત વહેંચવાની વાત કરી હતી. બોલ્યા કે અમે હિન્દુ ધર્મથી છીએ અને અમને હિન્દુ હોવા પર ખુબ ગર્વ છે.

3. દિલ્હીમાં ભાજપના નેતા સાથે હાર્દિક પટેલની મુલાકાત 
કોંગ્રેસમાં નારાજગી વચ્ચે હાર્દિક પટેલ દિલ્હીમાં ભાજપ નેતાને મળ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ભાજપમાં જોડાવાની હાર્દિક પટેલની રણનીતિ તૈયાર થઇ ગઇ છે. તાપીમાં હાર્દિક પટેલ કોંગ્રેસના ખેસ વગર જોવા મળ્યા હતા. બે દિવસ પહેલા ડીપીમાંથી હાર્દિકે કોંગ્રેસનો પંજો દૂર કર્યો હતો. ભાજપ નેતા સાથે મુલાકાતની વાત પર હાર્દિકે કહ્યું કે, મારી મુલાકાત વેણુગોપાલજી અને પ્રિયંકા સાથે થઈ છે અને આ મુલાકાત જગજાહેર વાત છે.

4. હાર્દિક પટેલ કોંગ્રેસ ખેસ વગર જોવા મળ્યા હાર્દિક પટેલ
આજે બેરોજગારી સહિતના વિવિધ મુદ્દે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન અને રેલી યોજાઈ હતી. કોંગ્રેસ નેતાઓની વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ ખેસ વગર જોવા મળ્યા છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી હાજર રહ્યા હતા. નારાજગી વચ્ચે હાર્દિક પટેલે કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં ધારાસભ્યો, માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિતના નેતા હાજર રહ્યા હતા. જોકે આજની કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર પર સવાલ પણ ઉઠાવ્યા હતા.

5. પોસ્ટરમાં પણ જગદીશ ઠાકોરની બાદબાકી
હાર્દિકના ટ્વીટમાં પણ ગજગ્રાહ ખુલ્લો થયો હતો. આજના યુવા સ્વાભિમાની સંમેલનના પોસ્ટરમાં પણ જગદીશ ઠાકોરની બાદબાકી કરાઈ હતી. પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો ફોટો ના દેખાતા વિવાદ સર્જાયો છે. પોસ્ટરમાં પ્રભારી અને યુવા મોરચાના પ્રમુખનો ફોટો મુક્યો છે. પરંતુ કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ પ્રમુખનું નામ ગાયબ હતું. 

 

6. હાર્દિકે પિતાની પૂષ્યતિથી ભાજપ નેતાઓને આમંત્રણ આપ્યું, કોંગ્રેસને નહીં
હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના હાર્દિક સંકેત મળ્યા છે. હાર્દિક પટેલે પિતાની પૂણ્યતિથીએ રાજકીય હરીફોને આમંત્રણ આપ્યું છે. માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને હાર્દિક પટેલે આમંત્રણ આપ્યું છે. તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓને કાર્યક્રમમાં બોલાવી સંકેત આપ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ નથી પાઠવ્યું. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ આમંત્રણ નથી આપ્યું. પુણ્યતિથિ કાર્યક્રમ થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરવા પ્રયત્ન કરશે.

7. હું ચૂંટણી લડવા માંગુ છુંઃ હાર્દિક પટેલ
ચૂંટણી લડવા મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, હું ચૂંટણી લડવા માંગુ છું. મારી સાથેના ધારાસભ્ય પણ બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે હાર્દિકને ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે.

8. પાટીલે કર્યા હાર્દિકના વખાણ
ત્યારબાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ હાર્દિકના વખાણ કર્યા હતા. જેનાથી હાર્દિકના ભાજપમાં જવાની ચર્ચા વધુ તેજ થઇ ગઈ હતી. પાટીલે કહ્યું કે, હાર્દિક પટેલે ભાજપની કામગીરીની પ્રશંસા કરી. આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માગે છે પણ હિંમત કરતા નથી. હાર્દિક પટેલે હિંમત કરી છે તેની હિંમતને દાદ.

9. હાર્દિક પટેલે ભાજપની કરી હતી પ્રસંશા
રાજ્યમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ, કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપ સરકારની વિવિધ કામગીરી અચાનક જ પંસદ આવવા લાગી છે. કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીની કામગીરીના વખાણ કરી દરેકને ચોંકાવી દીધા હતા. જેમાં તેમને રામ મંદિર તથા કલમ 370 જેવા કામના વખાણ કર્યા હતા. હાર્દિકે આ વખાણ ત્યારે કર્યા હતા જ્યારે તેમની કોંગ્રેસ પાર્ટીને લઈ નારાજગીના સમાચારો સામે આવી રહ્યા છે. 

10. હાર્દિક પટેલ જાહેરમાં વ્યક્ત કરી હતી નારાજગી
હાર્દિક પટલે હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતૃત્વથી નારાજ જણાઇ રહ્યા છે. અનેક વખત તેઓ પોતાની નારાજગી ખુલ્લીને પણ બતાવી ચૂક્યા છે. તેમણે ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઇ ગઇ છે જેમ નવા વરરાજાની નસબંધી કરી દીધી હોય. અહીં તેઓ કહેવા માગી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાનો કોઈ પાવર નથી.  જોકે હાર્દિક પટેલનું કહેવું છે કે, તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, તેમની નારાજગી સ્ટેટ લીડરશિપથી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ