બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Congress Candidate Names for Lok Sabha
Last Updated: 07:08 PM, 8 March 2024
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની કવાયત શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ વલસાડ બેઠક પર અનંત પટેલને ટિકિટ અપાશે તેવા સંકેત મળી રહ્યાં છે. કારણકે આ બંને નેતાઓને તૈયારીઓ કરવા માટે જાણ કરવામાં આવી છે. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલતો પક્ષ તરફથી સૂચના મળતા ગેનીબેન ઠાકોર અને અનંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જોકે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ ગયા બાદ ઉમેદવારો અંગે જાહેરાત કરવામાં આવશે. આજે જાહેર થનારી કોંગ્રેસની યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે.
ADVERTISEMENT

કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા
લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. અત્રે જણાવીએ કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યોને મેદાને ઉતારી શકે છે. જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તાનું નામ તો બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે. પાટણ બેઠક માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ મળી શકે છે. મહેસાણા બેઠક પર પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી થઈ શકે છે.
ADVERTISEMENT

રાજેન્દ્રસિંહ કુંપાવતના નામની ચર્ચા
સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ કુંપાવતના નામની ચર્ચા થઈ રહી છે જ્યારે અમરેલી બેઠક પર પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની ચર્ચા છે. આણંદ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની શક્યતા છે. વલસાડ બેઠકમાં કિશન પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની સંભાવના છે. બારડોલી બેઠક પર પૂર્વ મંત્રી ડૉ.તુષાર ચૌધરીના નામની ચર્ચા છે.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે શું કહ્યું ?
વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે જો મારા કાર્યકરોની ઇચ્છા હશે અને મોવડી મંડળ મને ટીકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે. ગેનીબેને કહ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરંતુ હકીકત એ છે કે પડકારો જીલવા વાળાની સંખ્યા ઘટતી જાય છે. મુકાબલો ન કરી શકતા પક્ષ છોડી જતા રહે છે. પક્ષના નામે ઘણુ બધુ ભોગવ્યુ હોય અને ખરા સમયે પક્ષને છોડી જનારા આ લોકોને જનતા લોકશાહીના પતનના ભાગીદાર ગણે છે. અને આવા લોકોને વખત આવ્યે પાઠ ભણાવે છે.
વાંચવા જેવું: ગોધરામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પેપર લીક અને ખેડૂતોના મુદ્દા, કર્યા બે મોટા એલાન, લોકસભામાં પડશે અસર
ADVERTISEMENT
'ભાજપને કેમ કોંગ્રેસના લોકો વગર ચાલતું નથી'
ગેનીબેનએ કહ્યું હતું કે, જો ભાજપ એમ માનતો હોય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા તેમની છે તો તેમને કોંગ્રેસના લોકો વગર ચાલતું કેમ નથી. તેમણે કહ્યું કે ભાજપ કેડરબેજ પાર્ટી હોવાની વાત કરે છે પરંતું તેમાં કેડર જેવું કંઇ નથી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.