બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat AAP said if you vote for Congress vote will be spoiled claimed BJP is buying Goa Cong leaders

આક્ષેપ / ગુજરાત AAPના આકરા પ્રહાર: કહ્યું- કોંગ્રેસને મત આપશો તો મત બગડશે, ગોવાના કોંગી નેતાઓને ભાજપ ખરીદતું હોવાનો કર્યો દાવો

Kishor

Last Updated: 07:40 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાને ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

  • AAPના ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર
  • કોંગ્રેસના નેતાઓ જીતીને ભાજપમાં જ જશે
  • AAP એ ગુજરાતની જનતા માટે એકમાત્ર વિકલ્પ : AAP 

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય ગતિવિધિઓનું જોર પણ મોટાપાયે વધી રહ્યું છે. પક્ષના અગ્રણીઓના ગુજરાત પ્રવાસમાં ઊછાળા સાથે પક્ષ પલટાની સીઝન પણ જામી છે. તેવામાં અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કરતાં ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને આગામી ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવ્યુ હતું.

આમ આદમી પાર્ટીના ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર
ઇસુદાન ગઢવીએ ગુજરાતની જનતાને  આહ્વાન કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસને મત આપશો તો મત બગડશે કારણ કે, કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી જીતી હાંસલ કરી લીધા બાદ ભાજપમાં જોડાઈ જશે. આથી આ વખતે દરેક સમસ્યાનો ઈલાજ આમ આદમી પાર્ટી હોવાનું ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતું. ઇસુદાને આહ્વાન કરતા ઉમેર્યું હતું કે ગુજરાતને વિકાસનો પંથ આપવો હોય તો આગામી ચુંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂત બહુમતી સાથે જીતાડશો તો તમામ કામ થઇ શકશે. 

ગોવાના લોકોએ ભાજપથી ત્રાસીને કોંગ્રેસને મત આપ્યા હતા : AAP
વધુમાં મહારાષ્ટ્ર બાદ ગોવા કોંગ્રેસમાં પણ સખળડખળ શરૂ થયું છે. ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે ગોવામાં કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. જો 9 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ તો કોંગ્રેસ પાસે માત્ર બે જ ધારાસભ્યો રહે તેવી સ્થિતિ છે. ગોવા વિધાનસભાના અધ્યક્ષ રમેશ તવકરે રવિવારે ઉપસભાપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત કરતી સૂચનાને રદ કરી દીધી હતી. આગામી ચોમાસુ વિધાનસભા સત્ર દરમિયાન 12 જુલાઈએ મતદાન થવાનું હતું. કોંગ્રેસ ધારાસભ્યોનું એક જૂથ ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ વચ્ચે ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશનની નોટિસ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. આ મામલે ઇસુદાને આક્ષેપ સાથે જણાવ્યુ હતું કે, ગોવામાં કોંગ્રેસના નેતાઓને ભાજપ ખરીદી રહ્યું છે. ગોવાના લોકોએ ભાજપથી ત્રાસીને કોંગ્રેસને મત આપ્યા હતા. હવે કોંગ્રેસના ધારાસભ્યો જીતીને આખરે ભાજપમાં ભળી જાય તેવી સ્થિતિ જન્મી છે આથી ગુજરાતમાં પણ કોંગ્રેસને મત આપશો તો મત બગડે તેવી સ્થિતિ ઊભી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ