બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Govt gives big gift to over one lakh LIC employees, 17% pay hike approved.

આનંદો / કેન્દ્રની વધુ એક ખૈરાત, 17 ટકા પગાર વધારાનું કર્યું એલાન, આ કર્મચારીઓને મળશે લાભ

Pravin Joshi

Last Updated: 08:52 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC કર્મચારીઓનો પગાર વધારોઃ સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે.

સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી આપી છે. LIC કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય 1 ઓગસ્ટ, 2022થી પ્રભાવી ગણવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના લગભગ 1 લાખ કર્મચારીઓ અને લગભગ 30,000 પેન્શનરોને રાહત મળશે.

બે વર્ષ માટે એરિયર્સ ચૂકવવામાં આવશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે માહિતી આપતા LICએ કહ્યું કે કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટ, 2022થી 1.10 લાખ કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારા સાથે એલઆઈસી કર્મચારીઓને બે વર્ષનું વેતનનું એરિયર્સ પણ મળશે.એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવાના નિર્ણયથી વાર્ષિક રૂ.4,000 કરોડનો નાણાકીય બોજ વધશે. આ સાથે LICનો પગાર ખર્ચ પણ વધીને 29,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

LIC | VTV Gujarati

એનપીએસમાં યોગદાન વધ્યું

કેન્દ્ર સરકારે NPSમાં યોગદાન એટલે કે LIC કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કર્યું છે, જે 1 એપ્રિલ, 2010ના રોજ જોડાયેલા 24000 કર્મચારીઓને મોટો ફાયદો થશે.

LIC ધારકો માટે સારાં સમાચાર, કંપની 30 જૂન સુધી ગ્રાહકોને આપી રહી છે આ ખાસ  સુવિધા, જાણી લો | LIC allows policyholders to submit claim documents online  till 30 June

વધુ વાંચો : 'ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ચાલી રહી છે મોદી લહેર', ગાંધીનગરથી અમિત શાહનો ચૂંટણી શંખનાદ

LIC પેન્શનરોને ભેટ

સરકારે 30 LIC પેન્શનરોને એક વખતનું વળતર આપવાની પણ મંજૂરી આપી દીધી છે. આ વળતર LIC પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને આપવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમે પગાર વધારા બદલ સરકારનો આભાર માન્યો છે. ખરેખર, ચૂંટણીની આચારસંહિતા શનિવાર, 16 માર્ચ, 2024 ના રોજથી અમલમાં આવશે, તેથી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા, સરકારે એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારો કરવા અને પેન્શનરોને વળતર આપવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ, 8.50 લાખ જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ