બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / Amit Shah election campaign from Gandhinagar Modi wave country

Lok Sabha Elections 2024 / 'ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ચાલી રહી છે મોદી લહેર', ગાંધીનગરથી અમિત શાહનો ચૂંટણી શંખનાદ

Ajit Jadeja

Last Updated: 08:16 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી એકવાર BJPના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

ahmedabad news: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો છે.  તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે. તેઓએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. અમદાવાદમાં મેમનગરમાં અમિત શાહ હનુમાનજીના દર્શન કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન અમિત શાહે મંદિરમાં આરતી પણ કરી હતી.

 

હનુમાનજીની પૂજા કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી રીપીટ કરાયા છે. તેમણે શુક્રવારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી અને ભાજપના કાર્યકરોને મતદારોને કહ્યું કે આ ચૂંટણી માત્ર તેમની પાર્ટી માટે નહી દેશ માટે છે. શાહે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શહેરના ગુરુકુલ રોડ પરના મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા કરી હતી અને ત્યારબાદ સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ચૂંટણી ભાજપ માટે નહીં, ભારત માટે છે

અમિત શાહે તેમના પક્ષના કાર્યકરોને ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક મતદાતાનો સંપર્ક કરવા અને કમળનું બટન દબાવવા અપીલ કરવા કહ્યુ હતું. તેમણે કહ્યું, "લોકોને કહો કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે નથી, પરંતુ ભારત માટે છે." તેમણે એ પણ ભાર મૂક્યો કે કોઈ પણ કાર્યકરને સંપર્ક કરવાનો રહી ના જવો જોઇએ. શાહે જ્યાં લોકોને સંબોધ્યા તે મંદિર વિસ્તાર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. શાહે પોતાના રાજકારણના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને લોકોને કહ્યું કે લગભગ 30 વર્ષ પહેલા જ્યારે તેઓ તેમની પ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે આ જ હનુમાન મંદિરમાં પૂજા કર્યા પછી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

પીએમ મોદી અને નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “ભારતમાં લગભગ 1500 પક્ષોમાંથી ભાજપ એક માત્ર એવું સંગઠન છે  જેણે પેમ્પલેટ વહેચનાર અને પાર્ટીના કાર્યક્રમોમાં પડદા લગાવનાર એક નાના કાર્યકર્તાને કેન્દ્રીય મંત્રી અને પક્ષનો અધ્યક્ષ બનાવ્યો છે. અને આ પાર્ટીએ એક ગરીબ પરિવારના ચાય વેચવાવાળાને આ દેશનો પ્રધાનમંત્રી બનાવ્યો છે. અને વિશ્વ નેતા બનાવ્યો છે. શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવવા બદલ ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પક્ષના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભૂતકાળમાં આ હાઈ-પ્રોફાઈલ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ચીને 45 દિવસ બાદ પીછેહઠ કરી હતી

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન આતંકવાદ, નક્સલવાદ અને ઘૂસણખોરો સાથે કડકાઈથી કામ કરીને સમગ્ર દેશને માત્ર સમૃદ્ધ જ નહીં પરંતુ સુરક્ષિત પણ બનાવ્યો છે. શાહે કહ્યું, "જ્યારે ચીને ડોકલામમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સમગ્ર વિશ્વ આતુરતાથી જોઈ રહ્યું હતું કે આગળ શું થશે. અગાઉ ક્યારેય આવી ઘટનાઓ જાહેરમાં આવી ન હતી અને આપણા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ વખતે આપણા વડાપ્રધાને ચીનની આંખમાં આખો નાખીને કહ્યુ 'નો એન્ટ્રી'. ચીને 45 દિવસ પછી પીછેહઠ કરવી પડી. વધુમાં તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો ભારતને મહાન બનાવવાનો છે.

આ પણ વાંચોઃ  હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આપ્યો ઝટકો, PM મોદીના રોડ શોને આપી મંજૂરી

આ વખતે તે 400ને પાર 

તેમણે કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો પર જીત માટે કામે લાગી જવા આહવાન કર્યુ હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ મોદી લહેર આખા દેશમાં છે. તેમણે કહ્યુ જ્યા પણ તેઓ જાય છે. ભલે દક્ષીણ ભારત હોય કે દિલ્હી, લોકો 'અબકી બાર 400 પાર' ના નારા લગાવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ