બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Govt decision to raise women's marriage age to 21 is causing pain to some: PM Narendra Modi's jibe at rivals

પ્રયાગરાજ / દીકરીઓની લગ્નની ઉંમર વધારવાથી કોને તકલીફ? પ્રધાનમંત્રી મોદીએ સાધ્યું આ નેતાઓ પર નિશાન

Hiralal

Last Updated: 09:56 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, લગ્નની વય 18થી ઘટાડીને 21 વર્ષ કરવાના નિર્ણયથી મહિલાઓ ખુશ પણ વિપક્ષ નાખુશ છે.

  • પ્રયાગરાજમાં મહિલા સશક્તિકરણ સંમેલનને પીએમનું સંબોધન
  • દીકરીઓની લગ્નની ઉંમર વધારવાથી કેટલાક નેતાઓને તકલીફ
  • મોદીએ કહ્યું લગ્નની વય વધારવાના નિર્ણયથી મહિલાઓ ખુશ

પ્રયાગરાજમાં મહિલા સશક્તિકરણ સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 30 લાખ મકાનોની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી 2.5 મિલિયન ઘરો મહિલાઓના નામે નોંધાયેલા હતા. આ મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સદીઓથી મહિલાઓના નામે કોઈ સંપત્તિ નહોતી, પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે. તે મહિલા સશક્તિકરણ છે. તે વિકાસ છે.

પીએમ મોદીનો ઈશારો કોની તરફ 
કેબિનેટે તાજેતરમાં છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જોકે કેન્દ્રના આ નિર્ણય પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને સપાના કેટલાક સાંસદોએ સવાલ ઉઠાવ્યા હતા. પ્રયાગરાજથી પીએમ મોદીએ આ નેતાઓ પર ઇશારામાં નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દીકરીઓની લગ્ન વય 18 થી વધારીને 21 કરવા માટે લોકસભામાં બીલ પાસ કરાવ્યું છે જોકે સમાજવાદી પાર્ટી અને એઆઈએમઆઈએમ આ બીલના વિરોધમાં છે. 

દીકરીઓને સમાન અધિકાર મળે તેથી લગ્નની ઉંમર વધારાઈ-મોદી

પ્રયાગરાજમાં પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓની લગ્ન્ની ઉંમર વધારીને 21 વર્ષ કરી દીધી છે. મોદીએ કહ્યું કે હજુ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પહેલા પુત્રો માટે લગ્નની ઉંમર 21 વર્ષ હતી. પરંતુ દીકરીઓ માટે આ વય 18 વર્ષ હતી. દીકરીઓ પણ ઈચ્છતી હતી કે તેમને ભણતર માટે વધારે સમય મળે. છોકરાઓ સમાન અધિકાર મળે. તેથી દીકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દેશ આ નિર્ણય દીકરીઓ માટે કરી રહ્યો છે પરંતુ તેનાથી કોને તકલીફ થઈ રહી છે તે બધા જોઈ રહ્યાં છે. 

છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા સંબંધિત બીલ લોકસભામાં પસાર થયું
છોકરીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા સંબંધિત બીલ લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પસાર થયું છે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ વિવાહ નિષેધ (સુધારા) બીલ, 2021 રજૂ કર્યું હતું જેમાં છોકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે. બીલ રજૂ કરતા ઈરાનીએ ક હ્યું કે આપણે આપણા દેશની લોકશાહીમાં વિવાહ માટે મહિલાઓ અને પુરુષોના લગ્ન માટે 75 વર્ષ મોડું કરી દીધું છે. 

બીલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયું
લોકસભામાં પાસ થયા બાદ આ બીલને વધારે સમિક્ષા માટે સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયું હતું. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે અને ત્યાર બાદ મંજૂરી અર્થે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને જે પછી તે કાયદો બની જશે અને છોકરીઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ