બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / govind patel replied to indranil Rajyaguru about rajkot cp

વળતો પ્રહાર / વિજયભાઈ સાથે મારે મતભેદ હોઈ શકે, મનભેદ નહીં: ગોવિંદ પટેલનો કોંગ્રેસને સણસણતો જવાબ

Khyati

Last Updated: 02:08 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના પૂર્વ કમિશનર સામે થયેલા આરોપ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા આક્ષેપો સામે ગોવિંદ પટેલનો વળતો પ્રહાર

  • રાજકોટ પૂર્વ કમિશનર સામે લાગેલા આરોપોનો મામલો
  • ગોવિંદ પટેલે ઇન્દ્રનીલ રાજ્યગુરુને આપ્યો જવાબ
  • પહેલા પોતાની પાર્ટીની ચિંતા કરે: ગોવિંદ પટેલ

રાજકોટના પૂર્વ પોલીસ કમિશન  મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ તાલીમ અકાદમીના આચાર્ય તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ જેટલી રકમની કટકી કર્યાનો આરોપ લાગ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આરોપ લગાવતા ફરીથી રાજકારણ ગરમાયુ હતું. જે મામલે ગોવિંદ પટેલે સખત શબ્દોમાં જવાબ આપ્યો.

પહેલા પાર્ટીની ચિંતા કરો- ગોવિંદ પટેલ

ગોવિંદ પટેલે આ મામલે જવાબ આપતા જણાવ્યુ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહેલા પોતાની પાર્ટીની ચિંતા કરે. વિજયભાઈ સાથે મારે કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નહીં. રાજકોટ પોલીસના વ્યવહાર સામે પગલાં લીધા છે. લોકોનું હિત તમારે સમજવું જોઈએ.  અમારી પાર્ટીની તમે ચિંતા ન કરો.

 

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યા હતા આરોપ

રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોલીસ કમિશનર સામે ભાજપના નેતાઓએ ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કર્યાના આરોપ લગાવ્યા હતા. તેઓએ અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ પર પ્રહારો કર્યા હતા કે અંદરોઅંદર વાંધા પડ્યા એટલે હવે બોલો છો. એક ધારાસભ્ય, એક મિનિસ્ટર અને એક સાંસદ બોલે તો પણ એક્શન નહી ?  ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે  ભાજપમાં લોકોના પ્રતિનિધીને બોલવા દેવામાં આવતા નથી.  ભાજપની સિસ્ટમમાં લોકશાહી ક્યાય છે જ નહી.

શું હતો મામલો ?

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટના ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ રૂપિયા જેવી માતબર રકમની કટકી કર્યાનો સનસનીખેજ આરોપ લાગ્યો હતો.  આ અંગે ઉદ્યોગપતિએ કરેલી ફરિયાદને આધાર બનાવી અને રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા મોટો વિવાદ સર્જાયો હતો. આ અંગે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી હતી.  સમગ્ર ઘટના બાદ તાજેતરમાં જ રાજ્યના ગૃહવિભાગ દ્વારા મનોજર અગ્રવાલને જૂનાગઢ પોલીસ તાલિમ અકાદમીના આચાર્ય તરીકે ખાલી પડેલી જગ્યાએ બદલી આપવામાં આવી.  ગૃહ વિભાગ દ્વારા શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજકોટમાંથી પોલીસ કમિશનર તરીકે આઈપીએસ મનોજ અગ્રવાલની બદલીનો આદેશ આપવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ