બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:37 PM, 15 May 2023
ADVERTISEMENT
મે મહિનામાં કેન્દ્રની મોદી સરકારને રાહત આપતી 3 મોટી ભેટ મળી છે. દેશમાં મોંઘવારીનો (છૂટક ફુગાવો) ગ્રાફ નીચે તરફ આવતો નજરે પડે છે. મોંઘવારીનાં મોરચે સરકારને મોટી રાહત મળી છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023-24નાં પહેલા મહિનામાં GSTમાં સરકારે જોરદાર કમાણી કરી છે. આમ આ 3 રાહતનાં સમાચાર સરકારને મળ્યાં છે.
GSTનું જબરદસ્ત કલેક્શન
છેલ્લાં 6 વર્ષોમાં પહેલીવાર એપ્રિલ 2023માં સૌથી વધારે GSTનું કલેક્શન થયું છે. એપ્રિલમાં GSTની કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2022માં આ આંકડો 1.68 લાખ કરોડ રૂપિયા હતો.
GST- 1,87,035 કરોડ
CGST- 38,440 કરોડ
SGST- 47,412 કરોડ
IGST- 89,158 કરોડ
ADVERTISEMENT
છૂટક ફુગાવો ઘટ્યો
દેશમાં એપ્રિલ મહિનામાં મોંઘવારીનાં મોરચાનાં મામલે સામાન્ય જનતાને રાહત મળી છે. છૂટક ફુગાવો ઘટીને 18 મહિનાનાં સૌથી નીચેનાં સ્તર પર આવ્યો છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 4.7% હતો. ખાદ્ય પદાર્થોની કિંમતમાં ઘટાડો થવાને લીધે છૂટક ફુગાવાનાં દરમાં ઘટાડો નોંધાયો છે. આ સતત બીજો એવો મહિનો છે કે જેમાં CPI આધારિત મોંઘવારી દર, રિઝર્વ બેંકનાં નક્કી કરેલા લક્ષ્યાંક 6% થી નીચે આવી રહ્યો છે. ખાદ્ય પદાર્થની કિંમતોમાં થઈ રહેલાં ઘટાડાનો અર્થ છે કે ખાવા-પીવાની વસ્તુઓ એપ્રિલ મહિનામાં સસ્તી થઈ છે.
The trajectory of GST collections - a testament to our economic progress!#india #indiagrowth #economics #statistics #indianeconomy #dalalstreet #stockmarket #investing pic.twitter.com/rN9opBZIOy
— Prabhudas Lilladher (@PLIndiaOnline) May 15, 2023
જથ્થાબંધ ફુગાવાનાં દરો શૂન્યથી પણ નીચે
એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈંડેક્સ WPI આધારિત મોંઘવારી દર 0 થી પણ નીચે આવેય છે. જથ્થાબંધ મોંઘવારીનો આ દર છેલ્લાં 3 વર્ષનો સૌથી નીચેનો સ્તર છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 0.92% થયો. ફેબ્રુઆરીમાં આ દર 3.85% હતો. માર્ચમાં આ આંકડો 1.34% રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.