બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good news for students who failed in 10th

BIG NEWS / ખુશખબર: ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં મળશે એડમિશન, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ પુન: લાગુ થશે

Malay

Last Updated: 12:47 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big news for board students: ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં મળશે એડમિશન.

  • ધો-10મા નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે એડમિશન
  • અંદાજિત વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો
  • 5 વર્ષ પહેલા રદ થયેલા નિયમને ફરી વખત લાગુ કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળા સંચાલક મંડળની રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી છે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરવામાં આવશે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/બોર્ડની-પરીક્ષા' title='બોર્ડની પરીક્ષા'>બોર્ડની પરીક્ષા</a>  માટે શિક્ષણ વિભાગ તૈયારઃ બોર્ડની પરીક્ષામાં ક્લાસ રૂમના CCTV વીડિયો 3 વાર  થશે ચેક ...
પ્રતિકાત્મક તસવીર

કોના માટે લાગુ કરાશે આ નિયમ?
5 વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

વર્તમાનમાં રિપીટર તરીકે આપવી પડે છે પરીક્ષા
આપને જણાવી દઈએ કે,  અત્યારના નિયમ પ્રમાણે ધોરણ-10માં નાપાસ થતાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડે છે. 

શાળા સંચાલક મંડળે કરી હતી રજૂઆત 
દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સરેરાશ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. એવા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને અભ્યાસ કરવા માંગતા હોય છે. જેથી વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસમક્ષ  શાળા સંચાલક મંડળે રજૂઆત કરી હતી. ત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ધોરણ 10 અને 12ની <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/બોર્ડની-પરીક્ષા' title='બોર્ડની પરીક્ષા'>બોર્ડની પરીક્ષા</a>  પહેલાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બોર્ડ પરીક્ષામાં સ્કૂલ આચાર્યએ જ નિભાવવી  પડશે ...
પ્રતિકાત્મક તસવીર

પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ 
નોંધનીય છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરૂ કરાઈ હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવું કહેવાય છે. હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.  મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. 

15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે. ધો.10-12માં 15 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ