બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Good news for reel makers government will award content creators

Reels Maker / રીલ્સ બનાવવાના શોખીનો માટે ખુશખબર, કન્ટેન્ટ સર્જકોને સરકાર આપશે એવોર્ડ

Priyakant

Last Updated: 05:59 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 20 વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે.આ પુરસ્કારનો હેતુ દેશભરમાં જ્ઞાનનો ફેલાવો કરી રહેલા સર્જકોને ઓળખવાનો અને તેમનું સન્માન કરવાનો છે

  • કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવામાં આવશે.
  • પુરસ્કારનો હેતુ જ્ઞાનનો ફેલાવો કરી રહેલા સર્જકોને ઓળખવાનો
  • 20 વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે એવોર્ડ 

 

નેશનલ ક્રિએટર્સ એવોર્ડ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કન્ટેન્ટ સર્જકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને તેના દ્વારા તેઓ ડિજિટલ વિશ્વમાં પોતાની કલા અથવા જ્ઞાન બતાવી રહ્યાં છે. આપણે આવા લોકોને કન્ટેન્ટ ક્રિએટર કહીએ છીએ, જેઓ વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે અને લોકો સુધી પહોંચાડે છે. ઘણા એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જેમના સોશિયલ મીડિયા પર લાખો નહીં પરંતુ કરોડો ફોલોઅર્સ છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો અને રીલ કરો છો તો સરકાર તરફથી તમને મોટી તક આપવામાં આવી રહી છે.

સરકાર સન્માન કરશે

કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ કન્ટેન્ટ સર્જકો અને પ્રભાવકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવામાં આવશે.. આ માટે સરકાર પાસેથી નામાંકન પણ માંગવામાં આવ્યા છે. સરકારે માહિતી આપી છે કે આ પુરસ્કારનો હેતુ દેશભરમાં જ્ઞાનનો ફેલાવો કરી રહેલા સર્જકોને ઓળખવાનો અને તેમનું સન્માન કરવાનો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 20 વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે.

આ માટે MyGov.in પર એક પેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદીનું ક્વોટ પણ મૂકવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યુ છે કે , "હું જોઉં છું કે તમારી સામગ્રી આપણા દેશના લોકોને  કેટલી પ્રભાવિત કરે છે, આપની પાસે આ અસરને વધુ પ્રભાવી બનાવવાની તક છે."

વાંચવા જેવુઃ બાળકોને 'બુદ્ધિના બાલ' આપનારા વાલીઓ સાવધાન! દેશના આ કેન્દ્રશાસિત પ્રદેશે વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આ રીતે નોમિનેટ કરો

સૌ પ્રથમ તમારે MyGov વેબસાઇટ innovateindia.mygov.in પર જવું પડશે, તે પછી તમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024નો વિકલ્પ દેખાશે. તમે અહીં જઈને તમારું નોમિનેશન કરી શકો છો. તમારે તમારા ફોન નંબર અને OTP વડે લોગિન કરવું પડશે, આ પછી તમારી કેટેગરી પસંદ કરો અને તમારી કેટલીક સોશિયલ મીડિયા લિંક્સ જોડો. હવે જો તમે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અથવા તેમને માહિતી આપવાનું કામ કરો છો, તો તમે આજે જ આ એવોર્ડ માટે પોતાને નોમિનેટ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ