બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Good news for post office investors Millions of customers will get 13.89 lakh know how

તમારા કામનું / પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનાર માટે ખુશખબર! લાખો ગ્રાહકોને મળશે 13.89 લાખ, જાણો કઈ રીતે?

Arohi

Last Updated: 05:59 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટમાં રોકાણ કરતા ગ્રાહકો માટે એક ખુશખબર છે. તેમને આ એક સ્કીમમાં 13.89 લાખ રૂપિયાનું ગેરેન્ટી રિટર્ન મળશે. જાણો આ સ્કીમ વિશે વિગતે...

  • પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ખુશખબર 
  • મળશે 13.89 લાખ રૂપિયાની ગેરેન્ટી 
  • જાણો પોસ્ટની આ નવી સ્કીમ વિશે 

પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. જો તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અથવા તમારી પાસે કોઈ પ્લાન છે, તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમને 13.89 લાખ રૂપિયાની ગેરંટી મળશે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 
પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. જેમાં તમને મોટુ રિટર્ન  મળે છે અને પૈસાની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં નાણાં લગીવવીની કોઈ પણ મેક્સિમમ લિમિટ નથી.  

મલ્ટીપલ એકાઉન્ટ ઓપન કરાવો 
આ સાથે તમે તેમાં એકથી વધુ એકાઉન્ટ ખોલી શકો છો. આ સિવાય જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ સ્કીમ શોધી રહ્યા છો તો આ બેસ્ટ ઓપ્શન છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમની પાકતી મુદત 5 વર્ષની છે.

વ્યાજદર 
NSCમાં ગ્રાહકોને 6.8 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. આ ઉપરાંત, તમને ચક્રવૃદ્ધિ વ્યાજની સુવિધા મળે છે, જેનો અર્થ છે કે તમને બમણા વ્યાજનો લાભ મળશે.

10 લાખ રૂપિયાનું કરો રોકાણ 
જો તમે આ સ્કીમમાં રૂ. 10 લાખનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી તમને મેચ્યોરિટી પર કુલ રૂ. 13,89,493 મળશે. ત્યાં જ જો આપણે વ્યાજમાંથી આવકની વાત કરીએ તો તે 3,89,493 રૂપિયા થશે. તમે આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે તમારે 100ના મલ્ટીપલમાં પૈસા લગાવવાના રહેશે. 

પોસ્ટ ઓફિસમાં ખોલાવો ખાતુ 
તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટને ખોલાવી શકો છો. આ સાથે જ ભારતનો કોઈપણ નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે. NSC માં 5 વર્ષ પહેલા વિડ્રોલ નથી કરી શકાતુ. છૂટ અમુક ચોક્કસ સંજોગોમાં જ ઉપલબ્ધ છે. સરકાર દર 3 મહિને NSC માટે વ્યાજ દરની સમીક્ષા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ