બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for poor parents, the government has announced a helpline number for RTE

VTV IMPECT / ગરીબ વાલીઓ માટે ગુડ ન્યૂઝ, RTEને લઈ સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર, આ તારીખથી ફોર્મ ભરાશે

Vishal Khamar

Last Updated: 11:12 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTEમાં લેભાગુ એજન્ટો મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ત્યારે VTVના અહેવાલ બાદ રાજ્ય સરકારે હેલ્પલાઈન જાહેર કરી છે. જેનાં પર તમે બોગસ એજન્ટોની માહિતી પણ આપી શકશો.

  • RTEમાં લેભાગુ એજન્ટો મામલે VTVના અહેવાલની અસર 
  • રાજ્ય સરકારે હેલ્પલાઈન નંબર 70460 21022 કર્યો જાહેર 
  • VTVના અહેવાલ બાદ રાજ્ય સરકારે હેલ્પલાઈન જાહેર કરી 

રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ આરટીઈ એક્ટ, ૨૦૦૯ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય છે. હાલ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે માટે તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળામાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાનું રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે. આવા બોગસ એજન્ટો દ્વારા ખોટા પુરાવાઓ તૈયાર કરવાની લાલચ આપવામાં આવે છે. આથી જાહેર જનતાને આવી ભ્રામક જાહેરાતો કે લોભ-લાલચમાં ફસાયા વિના કોઈપણ પ્રકારના નાણાંની લેવડદેવડ નહી કરવા તેમજ આવા કોઈ એજન્ટો આસપાસ જણાય તો તાત્કાલિક સંબંધિત જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી અથવા વોટ્સએપ હેલ્પલાઈન નં. ૭૦૪૬૦૨૧૦૨૨ પર તાત્કાલિક ફરિયાદ કરવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. 

એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહિ કરાશે

સરકાર આવા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ સિવાય જો કોઇ વાલી દ્વારા ખોટા પુરાવા રજૂ કરવામાં આવશે અને ચકાસણી કરતાં તે પુરાવા ખોટા સાબિત થશે તો તેવા વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા સરકારને ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. 
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છેઃ રાજ્ય સરકાર
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા RTE એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) અન્વયે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં વિનામૂલ્યે નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭-૧૮થી RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયા વેબપોર્ટલના માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી છે. વાલીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવામાં આવે છે. તેમજ  રાજ્ય સરકારના તા. ૦૪/૦૮/૨૦૨૦ના ઠરાવ મુજબ અગ્રતા કેટેગરી પ્રમાણે જ સંપૂર્ણ પારદર્શક રીતે પ્રવેશ ઓનલાઈન જ આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ટેકનૉલૉજી આધારિત હોઈ તેમાં કોઇપણ વ્યકિત દ્વારા દખલગીરી શક્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ