બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Good news came after 7 months of Chandrayaan 3 successful landing

Chandrayaan 3 / ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગના 7 મહિના બાદ આવ્યા ગુડ ન્યુઝ, જાણો લેટેસ્ટ અપડેટ

Priyakant

Last Updated: 03:16 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Latest News : હવે સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે

Chandrayaan 3 :  ઈસરોએ ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરતાંની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ પછી ભારતીય વૈજ્ઞાનિકોને વિશ્વભરમાંથી અભિનંદન સંદેશો મળ્યા. PM મોદી ઈસરો સેન્ટર પણ ગયા અને ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન જ્યાં  ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું હતું. હવે આ અંગે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. 

વાસ્તવમાં, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ 19 માર્ચે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. પ્લેનેટરી નામકરણના ગેઝેટિયર અનુસાર, પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટેના IAU કાર્યકારી જૂથે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટ માટે શિવ શક્તિ નામને મંજૂરી આપી છે.

શિવ શક્તિ નામને મંજૂરી મળતા હવે શું થશે ? 
કોઈપણ ચોક્કસ સ્થળના નામકરણની જેમ કોઈ ગ્રહ પરના સ્થળને વિશિષ્ટ રીતે ઓળખવા માટે નામ આપવામાં આવ્યું છે. તેનાથી ભવિષ્યમાં તે જગ્યા સરળતાથી મળી શકે છે અને લોકો તેના વિશે ચર્ચા કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નામની જાહેરાત PM મોદીએ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સફળ ઉતરાણના ત્રણ દિવસ બાદ બેંગલુરુમાં ઈસરો સેન્ટરમાં કરી હતી.

વધુ વાંચો: એકસમયે પિતાનો જંગલમાં હતો દબદબો, બની ચૂકી છે 6-6 ફિલ્મો, હવે દીકરી લડશે લોકસભા ચૂંટણી

ચંદ્રયાન-2 જ્યાં લેન્ડ થયું તે સ્થળનું નામ 'તિરંગા' રાખવામાં આવ્યું 
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું તે જગ્યાનું નામ શિવ શક્તિ રાખવામાં આવશે, જ્યારે 2019માં જ્યાં ચંદ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ થયું હતું તેનું નામ તિરંગા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત દર વર્ષે 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે મનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતી વખતે PM મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગુ છું અને તમને સલામ કરવા માંગુ છું. તમારા પ્રયત્નોને સલામ.'  વડાપ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે. હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું, આવી તકો બહુ ઓછી મળે છે. હું દક્ષિણ આફ્રિકામાં હતો પણ મારું મન સંપૂર્ણપણે તમારી સાથે હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ